સ્મોલ સ્ક્રિનનાં પોપ્યુલર અને વિવાદિત શોનું લોન્ચિંગ સોમવારે મોડી સાંજે મુંબઇમાં થયું હતું. 'બિગ બૉસ-13'નો આગાઝ એક નવાં અંદાજમાં મેટ્રો સ્ટેશન પર થયો હતો. આ લૉન્ચિંગ ઇવેન્ટ અંધેરી મેટ્રો સ્ટેશન પર રાખવામાં આવી હતી. આ સમયે સલમાન ખુબજ ખુશ હતો અને મસ્તીનાં મૂડમાં હતો. ઢોલ-નાગારાની સાથે સલમાનની એન્ટ્રી થઇ હતી. આ સમયે સલમાન ખુબ નાચ્યો હતો. આ ઇવેન્ટમાં સલમાનની સાથે અર્જુન બિજલાની, અમિષા પટેલ, સના ખાન અને પૂજા બેનર્જી જેવાં એક્ટર્સ પણ નજર આવ્યાં. આ વચ્ચે સલમાને ઘણાં મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. તેણે બિગ બોસ સાથે જોડાયેલાં પ્રશ્નોનાં દિલ ખોલીને જવાબ આપ્યો હતો. તેણે આ ઉપરાંત તેણે રાનૂ મંડલ (Ranu Mondal)ને ઘર અને મકાન આપવાની વાતનો ખુલાસા કર્યો હતો.
આપને જણાવી દઇએ કે થોડા સમય પહેલાં જ એવાં સમાચાર આવ્યા હતાં કે, સલમાન ખાને રાનૂ મંડલને 55 લાખ રૂપિયાનું ઘર ગિફ્ટ કર્યાંની અફવાઓ તદ્દન પાાયવિહોણી ગણાવી હતી. રાનૂએ પણ જ્યારે તેને પુછવામાં આવ્યું હતું ત્યારે સ્પષ્ટ કર્યુ હતું કે, તે તેને આ અંગે કંઇજ માલૂમ નથી. તેણે કહ્યું કે જો મે આવું કંઇ કર્યું હોત તો હું આ વિશે અધિકૃત જાહેરાત કરી દેત અથવા તો તેમની મુલાકાત લેતો.