સલમાનની સલાહ માનીને બાદમાં જ્યારે દીપકે બઝર દબાવીને શો ક્વિટ કરવાનો નિર્ણય જણાવ્યો તો ખુલાસો થયો કે દીપકને 20 લાખ રૂપિયા મળ્યા છે. હવે સલમાન ભાઇથી આ ભૂલ થઇ કે તેણે આ રકમને અત્યાર સુધીનાં સિઝનની સૌથી મોટી રકમ ગણાવી. જ્યારે બિગ બોસ હલ્લા બોલમાં RJ પ્રીતમ તેનાંથી વધુ રકમ શો ક્વિટ કરીને લઇ ગયો હતો.