Salman Khan Love Affair : સલમાન ખાને (Salman Khan) ભલે હજી લગ્ન કર્યા ન હોય, પરંતુ તેનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. જ્યારથી ભાઈજાનને તેની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી (Somy Ali) દ્વારા તેને એક્સપોઝ કરવાની ધમકી આપવામાં આવી છે, ત્યારથી તેમના સંબંધોની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોમીએ સલમાન ખાનની તુલના હોલીવુડના પ્રખ્યાત નિર્માતા હાર્વે વેઈનસ્ટીન સાથે કરી છે, જેના પર ઘણી મહિલાઓએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આવો જાણીએ કે કઈ અભિનેત્રીઓ સાથે સલમાન ખાનનું નામ જોડાયું છે. (Instagram/beingsalmankhan/aishwaryaraibachchan_arb)