એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં ભાઇજાન એટલેકે સલમાન ખાન (Salman Khan) હાલમાં તેની અપકમિંગ ફિલ્મ રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ (Radhe: Your Most Wanted Bhai)થી ઘણો ચર્ચામાં છે. કેટલાંક કલાકોમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે. દર વર્ષની જેમ સલમાન ખાન આ વતે પણ ઇદનાં દિવસે તેનાં ફેન્સ માટે ભેટ લઇને આવ્યો છએ. આ વખતે 13 મેનાં રોજ સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મ અંગે ખુબજ લોકોમાં ઉત્સાહ છે એટલે તો રિલીઝ પહેલાં જ સલમાન ખાનની 'રાધે' ટ્રેન્ડ (Radhe Trends) થઇ રહી છે. ફિલ્મ પહેલાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પણ કોરોના મહામારીને જોતા સલમાને નિર્ણય બદલી નાખ્યો હતો.
'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ'માં એક્શન, કોમેડી, ડ્રામા અને મ્યૂઝિક સહિત સંપૂર્ણ ફન કોમર્શિયલ પેકેજ છે. ફિલ્મમાં સલમાન ખાનનું નામ રાધે છે. જે વર્ષ 2009માં આવેલી તેની ફિલ્મ વોન્ટેડમાં પણ હતું. જોકે, સલમાન ખાને હાલમાં એક વર્ચુઅલ ઇન્ટરેક્શનમાં મીડિયાને કહ્યું હતું કે, આ ફિલ્મ 'વોન્ટેડ'થી સંપૂર્ણ અલગ છે.