Salman Khan Eid Release Films: દેશના સૌથી મોટા તહેવારોમાંનો એક, ઈદ (Eid) 2 મે આજે એટલે કે મંગળવારે છે. ઈદના અવસર પર ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં અજય દેવગન અને અમિતાભ બચ્ચનની 'રનવે 34' અને ટાઈગર શ્રોફ અને તારા સુતારિયાની 'હીરોપંતી 2' રિલીઝ થઈ હતી. પરંતુ છેલ્લા 2 વર્ષથી સલમાન ખાન (Salman Khan) ની ફિલ્મ ઈદ પર રિલીઝ થઈ નથી. વર્ષ 2019 સુધી ઈદનો અર્થ સલમાન ખાનની ફિલ્મ જ થતો હતો. સલમાન ખાનની ફ્લોપ ફિલ્મે પણ ઈદના અવસર પર રેકોર્ડ કમાણી કરી હતી. આવામાં અજય દેવગન અને ટાઈગરની ફિલ્મ ઓપનિંગ ડે પર કંઈ કમાલ બતાવી શકી નથી. અહીં અમે તમને ઈદ પર રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.