Salman Khan Birthday : સલમાન ખાનના દાદા પણ પણ હતા 'દબંગ,' DIG તરીકે ક્યારેય નહોતી પહેરી ખાખી
સલમાન ખાન (salman Khan)ના ડીઆઈજી દાદા અબ્દુલ રાશિદ ખાન પોલીસમાં ઉચ્ચ અધિકારી હતા. તેમના વિશેની આ વાતો ખૂબ ઓછા લોકો જાણતા હશે. ભાઈજાનના જન્મદિવસ પર જાણો તેમની કહાણી


મુંબઈ : બૉલિવૂડના (Bollywood) દબંગ કહેવાતા સુપરસ્ટાર સલમાન ખાનનો (Salman Khan) આજે જન્મદિવસ છે (Birthday) સલમાન ખાન આજે 55 વર્ષનો થઈ ગયો છે. જોકે, સલમાનના જન્મદિવસે તેમના ચાહકોને ખૂબ ઓછી એવી વાત જાણીને મજા આવશે કે તેમના દાદા પણ દબંગ હતા. સલમાનના દાદા પોલીસમાં ડીઆઈજીની ઉચ્ચ પોસ્ટ પર કામ કરી ચુક્યા છે અને સલમાને ખુદે પોતાની બૂકમાં દાદા અબ્દુલ રાશિદખાન Abdul rashid khan) વિશે લખ્યું છે. સલમાન ખાન નહીં ઉજવે આ વખતે જન્મ દિવસ


સલમાન ઇંદોરનો નિવાસી છે. તેના દાદા અબ્દુલ રાશિદખાન Abdul rashid khan) અફઘાનિસ્તાનથી ઇંદોર આવ્યા હતા. તેઓ હોલ્કર સ્ટેટના સમયે મહેશ્વરમાં 12 વર્ષ સુધી આઇજીના હોદ્દા પર હતા. સલમાનના દાદાએ પોતાની નોકરી દરમિયાન ક્યારેય ખાખી વર્ધી નહોતી પહેરી


સલમાને પોતાની બૂક 'Being salman khan'માં લખ્યું છે કે વર્ષ 1915માં ઇંદોર સ્ટેટમાં દાદાએ પોલીસ સર્વિસ ઑફ હોલકર જોઈન્ટ કરી હતી. તેઓ સીધા ડીએસપીની પોસ્ટ પર જોડાયા હતા અને ડીઆઈજીની પોસ્ટ પર નિવૃત થયા હતા.


દાદા અબ્દુલ રાશિદ ખાનનો વારસો જ સલમાનને મળ્યો છે. તેઓ પોતે પણ દબંગ હતા. તેઓ પોતાની પાસે ક્યારેય રિવોલ્વર પણ નહોતા રાખતા કે ન તો ક્યારેય વર્ધી પહેરતા હતા. તેમણે ક્યારેય પોતાના ઘરે તાળું પણ નહોતું માર્યું


સલમાન ખાન આ વખતે પનવેલમાં હોવાથખી પોતાના ઘરે જન્મદિવસ નહીં ઊજવે. તેણે ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર એક નોટિસમાં લખ્યું છે કે,'દર વર્ષે મારા જન્મદિવસના દિવસે ફેન્સનો પ્રેમ અને દુલાર જોવા મળે છે. જોકે, કોરોના વાયરસના પ્રકોપ અને તેના બચાવને ધ્યાનમાં લેતા મારી તમને દરેકને વિનંતી છે કે મહેરબાની કરીને મારા ઘરની બહાર ભીડ જમા ન કરશો. માસ્ક પહેરો, સેનિટાઈઝરનો ઉપયોગ કરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો. આ સમયે હું ગેલેક્સીમાં નથી.'