એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સૈફ અલી ખાન (Saif Ali Khan) તેનાં બાળકોને ખુબજ પ્રેમ કરે છે. તે જલદી જ ચોથી વખત પિતા બનવાં જઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર સારા, ઇબ્રાહિમ અને તૈમૂર સાથેની તેની તસવીરો જણાવે છે કે તે કેટલો કેરિંગ પિતા છે. અને જ્યારે સમય મળે છે તે તેનાં બાળકો સાથે સમય વિતાવે છે. હાલમાં તે દીકરા તૈમૂર અલી ખાન અને પત્ની કરીના કપૂર ખાનની સાથે ફિલ્મ 'ભૂત પોલીસ'નું શેડ્યૂલ પૂર્ણ કરી રજાઓ મનાવી રહ્યો છે. સૈફ અલી ખાનને હમેશાં બાળકોનાં બોલિવૂડ ડેબ્યૂ અંગે સવાલ કરવામાં આવે છે. સારાની બોલિવૂડમાં એન્ટ્રી થઇ ગઇ છે. હવે ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan)નાં ડેબ્યૂ અંગે સૈફે ચુપ્પી તોડી છે.
સૈફે કહ્યું કે, ઇબ્રાહિમની તેની સાથે સરખામણીથી બચી નહીં શકે. પણ તે તેની અલગ પર્સનાલિટી બનાવી રહ્યો છે. સૈફે કહ્યું કે, સારુ થસે કે હાલમાં તે ઓછામાં ઓછુ દેખાય. હજુ ઇબ્રાહિમે ઘણું બધુ શીખવાનું છે. સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઇએ અને ચોક્કસ સમયે સ્ક્રિન પર આવીને ધડાકો કરવો જોઇએ. તેણે કહ્યું કે, આ ઠીક છે કારણ કે, આપણને બિગ સ્ક્રિન પર વધુ એક નવો ચહેરો જોવા આતુર છીએ પણ તેમાં ઉતાવળ પણ નથી કરવી.