એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan) હાલમાં તેનાં પૈતૃક ઘર પટોડી પેલેસ મામલે ચર્ચામાં છે. પટોડી પેલેસ અંગે આ સમાચાર હતાં કે, સૈફ અલી ખાન (Saif Ali Khan Interview)એ એક હોટલ ચેઇન પાસેથી તેને ફરી 800 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. આ મામલે હવે સૈફ અલી ખાને ચુપ્પી તોડી છે. તેણે, એક ઇન્ટરવ્યૂમાં જમાવ્યું કે, આ જે રકમ જણાવવામાં આવી રહી છે તે સંપૂર્ણ ખોટી છે.
સૈફ અલી ખાન (Saif Ali Khan)એ વધુમાં કહ્યું કે, 'મારા દાદાએ દાદી માટે આ મહેલ 100 વર્ષ પહેલાં બનાવ્યો હતો. તેઓ તે સમયનાં શાસક સમ્રાટ હતાં. પણ બાદમાં આ ખિતાબ સમાપ્ત કરી દેવામાં આવ્યો. તે સમય અલગ હતો તેતી મારા પિતાએ તેને ભાડાં પર આપી દીધો. ફ્રાન્સિસ અ ને અમન જેમણે મહેલમાં એક હોટલ ચલાવી. સંપત્તિની સારી રીતે દેખભાળ કરી. અને તેઓ પરિવારની જેમ રહ્યાં. મારી માતા શર્મિલા ટાગોરની પાસે અહીં એક કોટેજ છે. જેમાં તે આરામથી રહે છે. સંપત્તિ નીમરાના હોટલ્સને લીઝ પર આપવામાં આવી હતી. પણ પિતાનાં મૃત્યુ બાદ મને તેને પરત લેવાની ઇચ્છા થઇ. ત્યારે જ્યારે મને તક મળી તો મે તેની લિઝ પૂર્ણ કરી દીધી તેને પૈસા આપ્યા અને ઘર પરનો કબ્જો પરત મેળવી લીધો હતો.'
સૈફ અલી ખાને વધુમાં કહ્યું કે, 'આ એક ઉચિત નાણાંકિય એગ્રીમેન્ટ હતો અને રિપોર્ટને ખોટી રીતે દર્શાવવામાં આવ્યાં, મને તેને પરત ખરીદવાની જરૂર ન હતી. કારણ કે પહેલાથી જ તેનો માલિકાના હક મારી પાસે હતો, મારા કિશોરાવસ્થામાં હું એક કાળીયો શિયાળ હતો તો મારા પરિવાર અને મારી વિરાસત માટે એવું કરવું હવે સારુ લાગે છે.' એક્ટરે કહ્યું કે, ફિલ્મની શૂટિંગ માટે સંપત્તિનાં કેટલાંક હિસ્સાને ભાંડે આપવામાં આવ્યાં છે જેથી તેનું મેઇન્ટેન્સ થતું રહે.