

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan)ના પુત્ર અબ્રાહિમ અલી ખાન (Ibrahim ALi Khan) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેમણે ફિલ્મોમાં તો એન્ટ્રી હજી નથી લીધી પણ સોશિયલ મીડિયા પર તેમનું ફેન ફોલોઇંગ જોરદાર છે. તે જોતા તે કોઇ અન્ય સ્ટારથી ઓછા નથી. જો કે તેમની લૂક તો સારો છે જ વળી નાના નાના વીડિયો જે સોશિયલ મીડિયામાં મૂકે છે તેમાં એક્ટિંગ પણ સારી કરી લે છે. ત્યારે આ તમામ વાતોના કારણે તેમના બોલિવૂડ ડેબ્યૂ પર અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ મામલે હવે સૈફ અલી ખાને મૌન તોડ્યું છે (Photo Credit- @saraalikhan95/Instagram)


ઇબ્રાહિમ અલી ખાનના દાદા, મન્સૂર અલી ખાન એક મહાન ક્રિકેટર હતા, તે ક્રિકેટમાં પણ સારો છે અને એક્ટિંગમાં પણ. સ્પોટબોયના એક અહેવાલ મુજબ, તેણે અભિનયની પસંદગી કરી છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સૈફને આ અંગે કોઈ વાંધો નથી. સૈફે કહ્યું- 'ઇબ્રાહિમ અભિનયમાં કેરિયર બનાવવા માટે મને તૈયાર લાગે છે અને કેમ નથી? હું આ વ્યવસાયમાં મારા બધા બાળકોને જોવાનું પસંદ કરું છું. અહીં કામ કરવું શ્રેષ્ઠ છે'. (Photo Credit- @saraalikhan95/Instagram)


સૈફે કહ્યું- 'મને યાદ છે કે હું 17-18 વર્ષની ઉંમરે અસંજસમાં હતો. અભિનયથી મને પોતાને બરબાદ કરતા બચાવ્યું હતું. એક નોકરી હોવી, પોતાની એક ઓળખ હોવાથી તમને નોકરીનો સંતોષ મળે છે અમે આમ કરીને તમે બધુ જ મેળવી લો જે હું ઇચ્છતો હતો. (Photo Credit- @actorsaifalikhan/Instagram)


તમને જણાવી દઈએ કે સૈફની પુત્રી સારા પહેલાથી જ અભિનયમાં છે અને હવે તે એક જાણીતી અભિનેત્રી બની ગઈ છે. તે જ સમયે, એ જોવાનું રહેશે કે સૈફ અને અમૃતા સિંહનો પુત્ર ઇબ્રાહિમ અભિનયના ક્ષેત્રમાં સફળ થઈ શકે કે કેમ? (Photo Credit- @actorsaifalikhan/Instagram)