સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસના કારણે એનસીબી પહેલા રિયા ચક્રવર્તી સુધી પહોંચી. પછી તેણે રિયાને પુછપરછમાં બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરનું નામ લીધું. એનસીબીએ બંનેને તપાસ માટે બોલાવી હતી. એનસીબીના સમન પછી તેવી ખબર આવી હતી કે સૈફ અલી ખાન આ મામલે પુત્રી સારા અલી ખાનનું નામ બહાર આવવાથી તેનાથી નાખુશ છે. અને આજ કારણે તે પોતાના પુત્ર તૈમૂર અને પત્ની કરીના કપૂર સાથે દિલ્હી આવી ગયા છે. આ મામલે સૈફ હવે ખુલીને વાત કરી છે.
સૈફ અલી ખાને પુત્રી સારાની નાખુશ હોવાની વાત પર સ્પષ્ટતા આપતા એક ન્યૂઝ પોર્ટલમાં કહ્યું કે તે પોતાના ત્રણેય બાળકોની સાથે છે. અને તેના ત્રણેય બાળકોને તે ખૂબ જ પ્રેમ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે તે તૈમૂર સાથે હાલ વધુ સમય વિતાવી રહ્યા છે. પણ ઇબ્રાહિમ અને સારાના પણ સંપર્કમાં તે રહે છે. ફોટો સભાર- @saraalikhan95/Instagram
તમને જણાવીએ કે સારા અલી ખાનને નારકોટિક્સ ક્રાઇમ બ્યૂરોએ ડ્રગ્સ મામલે સમન મોકલ્યું હતું. અને તેની પુછપરછ પણ થઇ હતી. સારાનું નામ રિયા ચક્રવર્તીની વોટ્સઅપ ચેટમાં પણ સામે આવ્યું હતું. પુછપરછમાં સારા અલી ખાને એનસીબીને કહ્યું હતું કે સુશાંત ડ્રગ્સ લેતા હતા. અને તેણે સુશાંત સાથે રિલેશનશિપમાં હોવાની વાત પણ સ્વીકારી હતી. ફોટો સભાર- @saraalikhan95/Instagram