Saath Nibhana Saathiya 2: વર્ષો બાદ કોકિલાને મળીને ખૂશ થઇ ગઇ ગોપી બહૂ, Share કર્યા Photos
સાથ નિભાના સાથિયા 2 (SaathNibhana Saathiya 2) ની ગોપી બહૂ (Gopi Bahu) એટલે કે દેબોલિના ભટ્ટાચર્જીએ (Devoleena Bhattacharjee)એ હાલમાં જ કોકિલા બેન (Kokilaben) એટલે કે (Rupal Patel) સાથેની તસવીરો શેર કરી હતી અને ફોટો શેર કરતાં તેણે જણાવ્યું હતું કે તેને સાસૂમાને મળીને કેવું લાગી રહ્યું છે.


મુંબઇ: સ્મોલ સ્ક્રિન પર હાલમાં નવાં નવાં શો શરૂ થઇ રહ્ાયં છે તો બીજી તરફ જુના શો નવાં અંદાજમાં ફરી આવી રહ્યાં છે. આ સાથે જ હાલમાં ટીવીનાં સૌથી લોકપ્રિય શોમાંથી એક સાથ નિભાના સાથિયા 2 (Saath Nibhana Saathiya 2)ની ગોપી બહુ (Gopi Bahu) એટલે કે, દેબોલીના ભટ્ટાચર્જી (Devoleena Bhattacharjee) એ તેનાં ફેન્સ માટે ખાસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે તેની ઓનસ્ક્રિન સાસુ કોકીલા બેન (kokilaBen)ની સાથે નજર આવે છે. જી હાં હાલમાં જ દેબોલિના અને રૂપલ પટેલ (Rupal Patel) વચ્ચે મુલાકાત થઇ હતી. જેની તસવીરો દેબોલિનાએ શેર કરી છે. (Photo Credit- @devoleena/Instagram)


હાલમાં જ સાથ નિભાના સાથિયા 2માં ગોપી બહૂનો રોલ અદા કરનારી એક્ટ્રેસ દેબોલીના ભટ્ટાચર્જીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની એક તસવીર શેર કરી છે. આ ફોટોમાં દેબોલીના તેનાં ઓન સ્ક્રીન સાસૂમાં સાથે નજર આવે છે. આ તસવીર જોઇને લાગે છે કે, આ સાથ નીભાના સાથિયાની જ સિક્વલ માટે તેઓ ફરી મળ્યા છે. ગોપી બહૂ પીચ રંગની સાડીમાં નજર આવે છે તો કોકિલાબેન પિંક અને યલો રંગનાં કોમ્બિનેશનની સાડીમાં નજર આવે છે. (Photo Credit- @devoleena/Instagram)


આ ફોટો શેર કરતાં દેબોલિના લખે છે કે, 'સ્વાગત નહીં કરોગે હમારા.. આ સાથે જ તેણે #saathnibhanasaathiya2 #devoleenabhattacharjee #gopibahu #kokilamodi જેવાં હેશટેગ પણ મુક્યા છે. ' (Photo Credit- @devoleena/Instagram)


આ શો ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેને લઇને મીમ્સ વાયરલ થયા હતાં. મેકર્સે શોની બીજી સિઝન લાવવાનો નિર્ણય કર્યો હતો. તો હવે આ શોની બીજી સિઝન ટૂંક સમયમાં આવી રહી છે. આ શોનાં પ્રોમો પ્રમાણે શોનું લિડ કિરદાર ગહેના હશે. જેનું ઇન્ટ્રોડક્શન ગોપી બહુ આપી રહી છે. (Photo Credit- @devoleena/Instagram)