'અનુપમા' તરીકે જાણીતી રૂપાલી ગાંગુલીએ તાજેતરમાં જ તેનો 45મો જન્મદિવસ ઉજવ્યો. ગુરુવારે, રૂપાલીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના જન્મદિવસની ઉજવણીની કેટલીક તસવીરો શેર કરી હતી. રૂપાલીએ શોના સેટ પર તેના કલાકારો અને ટીમ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ સાથે તેણે પોતાનો જન્મદિવસ પરિવાર સાથે પણ ઉજવ્યો હતો. તેણે બંને ઉજવણીની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.