જ્યારે રુબીના બની'તી Miss North India, જુની તસવીર જોઇ લોકો બોલ્યા- 'શું મજાક છે આ'
સોશિયલ મીડિયા પર યૂઝર રુબીનાએ Before-After લૂકનો એક કોલાજ શેર કર્યો છે. જેમાં તેનું ટ્રાન્સફોર્મેશન સ્પષ્ટ નજર આવે છે. રુબીના (Rubina Dilaik Photo)ની આ તસવીર 2006 અને 2008ની છે. ફોટો ત્યારનો છે, જ્યાં રુબીના મિસ શિમલા (Rubina Dilaik Miss Shimla) અને મિસ નોર્થ ઇન્ડિયા પસંદ થઇ ગઇ હતી.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 14 (Bigg Boss 14) ની સ્પર્ધક રુબીના દિલૈક (Rubina Dilaik) હાલમાં ખુબજ ચર્ચામાં છે. શોમાં એક્ટ્રેસનો અંદાજ દરેકને પસંદ આવી રહ્યો છે. શોમાં રુબીનાની સ્ટ્રેટજીઝ અને તેની ફેશન સેન્સ બધુ જ ચર્ચામાં છે. હવે આ દિવસોમાં તેની એક જુની તસવીરો ઝડપથી વાયરલ થઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર યૂઝર રુબીનાનાં Before-After લૂકનું કોલાજ શેર કરી રહ્યાં છે. જેમાં તેનું ટ્રાન્સફૉર્મેશન સ્પષ્ટ નજર આવે છે. (photo credit: instagram/@rubinadilaik)


<br />રૂબીના (Rubina Dilaik Photo)ની આ તસવીરો 2006 અને 2008ની છે. પહેલી તસવીર ત્યારની છે. જ્યાં રુબીના મિસ શિમલા બની હતી અને બીજી તસવીર ત્યારની છે જ્યારે તે મિસ નોર્થ ઇન્ડિયા માટે પસંદગી પામી હતી. હવે લોકોઆ તસવીરોની સરખામણી રુબીનાનાં લેટેસ્ટ લૂક સાથે કરી રહ્યાં છે. રુબીનાનાં જુના લૂકમાં અને હાલનાં લૂકમાં ઘણું અંતર છે. જેને કારણે તેનાં ફેન્સ પણ તેને જોઇને વિશ્વાસ નથી કરી શકતા કે ઘણાં યૂઝર્સ રુબીનાનું ટ્રાન્સફૉર્મેશન જોઇને ચકીત છે. (photo credit: instagram/@rubinadilaik)


એક યૂઝરે રુબીનાની ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે, 'મિસ નોર્થ ઇન્ડિયા, શું મજાક હતો આ..' તો અન્ય યૂઝર્સે પણ રુબીનાની તસવીર પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે, એક્ટ્રેસનાં ફેન તેનાં આ બદલાયેલાં અવતાર પર વિશ્વાસ નથી. (photo credit: instagram/@rubinadilaik)


માલૂમ થાય કે, રુબીના દિલૈકનાં પતિ અભિનવ શુક્લાની સાથે બિગ બોસ 14નાં ઘરમાં એન્ટ્રી કરી હતી. શરૂઆતમાં બંનેનું બોન્ડિંગ ચર્ચામાં છે. પણ શોની વચ્ચે જ એક્ટ્રેસે ખુલાસો કર્યો હતો કે, બંને વર્ષ 2020માં છુટાછેડા લેવાનાં હતાં.