‘બિગ બોસ 14’ (Bigg Boss 14)ની વિનર રુબિના દિલૈક (Rubina Dilaik) હાલ વેકેશન પર છે. તે પોતાના પતિ અભિનવ શુક્લા સાથે માલદીવ્સમાં ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. તેમનો માલદીવ્સ જવાનો હેતુ અભિનવ શુક્લાનો બર્થડે સેલિબ્રેટ કરવાનો હતો. સોશ્યલ મીડિયા પર રુબિના દિલૈક અને અભિનવ શુક્લા સતત પોતાની ટ્રીપના ફોટોઝ શેર કરી રહ્યા છે. (Image: Instagram)
રુબિનાનો માલદીવ્સમાં ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસે પોતાના બિકીની ફોટોઝ શેર કર્યા છે જેમાં તે ટોન્ડ બોડી અને ગોર્જિયસ લુક ફ્લોન્ટ કરતી જોવા મળે છે.<br />ફોટોઝમાં રુબિના પરફેક્ટ વેકેશન વાઈબ્સ આપી રહી છે. તેણે યેલો બિકીની ટોપ, મલ્ટીકલર રાઉન્ડ હેટ અને ગ્રે કલરની થાઈ સ્લીટ સ્કર્ટ પહેરી છે. રુબિનાના આ ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. (Image: Instagram)
આ પહેલાં રુબિનાએ ફ્લોરલ મેક્સી ગાઉનમાં ફોટો શેર કર્યા હતા. આ આઉટફિટમાં તે પરફેક્ટ બીચ લુકમાં જોવા મળી હતી. રુબિનાએ આ ડ્રેસ સાથે મેચિંગ ફૂલ પણ વાળમાં લગાવ્યું હતું. તેની સાથે ફોટોમાં અભિનવે પણ ફ્લોરલ શર્ટ પહેર્યું હતું. અભિનવ શુક્લા રુબિના માટે ફોટોગ્રાફર બન્યો છે અને તેના સુંદર ફોટોઝ ક્લિક કરી રહ્યો છે. તો અભિનવે પોતે એક વિડીયો શેર કર્યો છે જેમાં તે કરચલો પકડતો જોવા મળે છે. (Image: Instagram)
રુબિના દિલૈકના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ તે ફ્રી છે. તેનો પોપ્યુલર શો ‘શક્તિ- અસ્તિત્વ કે અહેસાસ કી’ ઓફ-એર થઈ ગયો છે. આ શોએ લાંબા સમય સુધી દર્શકોના દિલમાં જગ્યા બનાવી હતી. શોનું શૂટિંગ ખતમ કર્યા બાદ રુબિના અને અભિનવ વેકેશન પર નીકળી ગયા હતા. માલદીવ્સ પહેલાં આ કપલ કેરળમાં વેકેશન એન્જોય કરવા ગયું હતું. (Image: Instagram)