<strong>રામ ચરણ અને ઉપાસના કોડિનેલા</strong> - રામ ચરણે વર્ષ 2012માં ઉપાસના કોનિડેલા સાથે લગ્ન કર્યા હતા. તેઓ ટૂંક સમયમાં તેમના પહેલા બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યા છે. જેના માટે કપલ ખૂબ જ ઉત્સાહિત છે. ઉપાસનાને ફિલ્મી દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી. તેણી લાઈમલાઈટથી પણ ઘણી દૂર રહે છે. અભિનેતાની પત્ની દેખાવમાં ખૂબ જ સુંદર છે. તે કોઈ એક્ટ્રેસથી સુંદરતામાં ઓછી નથી.
<strong>જુનિયર એનટીઆર અને લક્ષ્મી પ્રનાથી -</strong> આજકાલ દરેક જગ્યાએ જુનિયર એનટીઆરની ચર્ચા છે. તે ફિલ્મ 'RRR' માટે ઓસ્કારની રેસમાં સૌથી આગળ છે. આમાં તેની એક્ટિંગના પણ ખૂબ વખાણ થયા છે. સાઉથ એક્ટરે લક્ષ્મી પ્રણતિ સાથે લગ્ન કર્યા છે. તેણી દેખાવમાં ખૂબ જ સુંદર છે. તેણી ઘઉંવર્ણા રંગની છે, પરંતુ દેખાવે ખૂબ જ આકર્ષક લાગે છે.
<strong>અલ્લુ અર્જૂન અને સ્નેહા રેડ્ડી -</strong> 'પુષ્પા' સ્ટાર અલ્લુ અર્જુનની દુનિયાભરમાં મોટી ફેન ફોલોઈંગ છે. પોતાની એક્ટિંગના કારણે તો તે ફેમસ છે જ પરંતુ, પોતાના લુકના કારણે પણ તે ઘણો ચર્ચામાં રહે છે. તેણે સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. તેનો ડેશિંગ અને આકર્ષક દેખાવ કોઈ હિરોઈનથી ઓછો નથી. જ્યારે પણ તેનો કોઈ ફોટો સોશિયલ મીડિયા પર આવે છે તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.
<strong>અક્કિનેની નાગાર્જુન અને અમલા અક્કિેનેની</strong> - અક્કિનેની નાગાર્જુને માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેને સાઉથનો કિંગ પણ કહેવામાં આવે છે. તેણે બે લગ્ન કર્યા છે. પરંતુ હવે તે પત્ની અમલા અક્કિનેની સાથે રહે છે. તે જોવામાં ખૂબ જ ક્યૂટ છે અને તેનો લુક ખૂબ જ શાનદાર છે.