માણસનું મોત સામે કંઇ જ ચાલતું નથી. એક્ટ્રેસ મંદિરા બેદી (Mandira Bedi)એ પતિ અને ફિલ્મમેકર રાજ કૌશલ (Raj Kaushal) 30 જૂનનાં 49 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. આ દુખદ ખબરથી સૌ કોઇ સન્ન છે. રાજ કૌશલનાં જવાનાં દુખમાં મંદિરા બેદી સાવ જ તુટી ગઇ છે. બે નાના બાળકો તો છે પણ જે પતિની સાથે રહેવાં તેણે તેનાં પરિવારનો વિરોધ કર્યો હતો હવે તેની યાદો જ રહી છે. ફિલ્મમેકરનાં મોતથી એક્ટર રોહિત રોય (Rohit Roy) હજુ સુધી આ આઘાતમાંથી બહાર નથી આવી શક્યો અને હવે તેની મિત્ર મંદિરાની ચિંતા તેને સતાવી રહી છે. (PHOTO- @rajkaushal/ronitboseroy/Instagram)
રોહિતે લખ્યું કે, 'કામ પર પરત આવી ચુક્યો છું. હું પોતે હજું આઘાતમાં છું. કેવી રીતે કરું? તે મારાથી ફક્ત એક વર્ષ મોટો હતો. અને આપ લોકો મારા માટે એમ વિચારો છો કે હું એક પોઝિટિવ અને ખુશ રહેનારો વ્યક્તિ છું તો તે મારાથી દસ ગણો વધુ એવો હતો.હવે હું રાજનાં ગયા બાદ મંદિરાની સ્થિતિ જોઇ રહ્યો છું. તો મારું દિલ તુટી રહ્યું છે. સાઇ, મંદિરાને આ દુખ અને સદમાથી નિકળવાની શક્તિ આપે. ઓમ શાંતિ.' (Photo- @ronitboseroy/Instagram)