મુંબઈ : બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન કોરોના સંક્રમિત થયા છે. જે બાદ સોશિયલ મીડિયામાં જાણે હડકંપ મચી ગયો છે. આ દરમિયાન અફવા ઉડી રહી છે કે, રણબીર કપૂર, નીતૂ કપૂર અને કરણ જોહરને પણ કોરોનાનું સંક્રમણ થયું છે. વાતો તો એ પણ થઇ રહી છે કે, નીતૂ કપૂરની બર્થ ડે પાર્ટીમાં અમિતાભ બચ્ચનની પૌત્રી અગત્સ્યા નંદા પણ હાજર હતા. આ કારણે આ ત્રણેવને કોરોના થયો છે. પરંતુ તમને જણાવીએ કે આ ખબર થોડી પણ સાચી નથી. નીતૂ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂરે આ જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.
<br />જો કે અમિતાભ બચ્ચનની વય 77 વર્ષની છે. છતાં પોઝિટિવ ટેસ્ટ બાદ પણ તેમની તબિયત સારી હોવાનું જણાયું છે. આથી ડોક્ટરોએ પણ એવી આશા વ્યક્ત કરી છે કે અભિનેતા જલ્દી જ સાજા થઈને ઘરે પાછા ફરશે. દરમ્યાન આ સમાચાર ફેલાતાં જ બોલીવૂડ જગત તેમજ અમિતાભ બચ્ચનના ચાહકોમાં ખળભળાટ મચી ગયો હોઈ ટ્વિટ પર અભિનેતાને સૌએ સાંત્વના અને જલ્દી સાજા થવાની શુભેચ્છા પણ પાઠવી છે.