Republic Day 2022 : દેશ 26 જાન્યુઆરી (આજે) ના રોજ 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. 1950માં આ દિવસે દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું. આ દિવસે દેશમાં રાષ્ટ્રીય રજા હોય છે. આ ખાસ દિવસની ઉજવણી તમે કેટલીક ખાસ દેશભક્તિ ફિલ્મો (Patriotic Movie) જોઈને પણ કરી શકો છો. અમે તમારા માટે પસંદ કરેલી ફિલ્મોની યાદી લાવ્યા છીએ જે તમે ગણતંત્ર દિવસ (Republic Day) પર જોઈ શકો છો. (ફાઇલ ફોટો)
ધ લિજેન્ડ ઑફ ભગત સિંહ (the legend of bhagat singh) : 2002માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં ભગત સિંહની સંપૂર્ણ વાર્તા બતાવવામાં આવી છે. કેવી રીતે જલિયાવાલા બાગ હત્યાકાંડનું આયોજન અને તેને અંજામ આપવામાં આવ્યો હતો તે પણ આ ફિલ્મમાં સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. અજય દેવગણે આ ફિલ્મમાં અદભૂત અભિનય કર્યો છે. (ફાઇલ ફોટો)