સુંદર અભિનેત્રી રીના રોય તેના સમયની બોલિવૂડની જાણીતી અભિનેત્રી હતી. જ્યારે તેણી તેની કારકિર્દીની ટોચ પર હતી, ત્યારે તેણે પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન સાથે લગ્ન કર્યા હતા, જોકે મોહસીન પણ પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેનોમાંનો એક હતો અને ક્રિકેટ કરતાં તો તેની રીના રોય વિશે વધુ ચર્ચાઓ થતી હતી. એક દિવસ મોહસિને પણ ક્રિકેટને અલવિદા કહી દીધું અને બોલિવૂડમાં પોતાનું કરિયર બનાવવાનું શરૂ કર્યું. જો કે આ તમામ બાબતો 1990 પહેલાની છે. (ફોટો સૌજન્ય: Instagram @reenaroy_mylove)