Shaadi Mubarak: રાજશ્રી ઠાકુરને રિપ્લેસ કરી રતિ પાંડેએ શરૂ કર્યું શૂટિંગ, સામે આવ્યો First Look
ટીવી શો 'શાદી મુબારક' (Shaadi Mubarak)ની લિડ એક્ટ્રેસ રાજશ્રી ઠાકુર (Rajshree Thakur)ને રિપ્લેસ કરનારી એક્ટ્રેસ રતિ પાંડે (Rati Pandey)એ શૂટિંગ શરૂ કરી દીધી છે. શોનાં સેટથી પ્રીતિ જિંદાલનું અવતારમાં રતિની તસવીર સામે આવી છે.


મુંબઇ: આ દિવસોમાં સ્ટાર પ્લસ પર પ્રસારિત થઇ રહેલાં શો શાદી મુબારક (Shaadi Mubarak) સતત ચર્ચામાં છે. રાજસ્થાની બેકગ્રાઉન્ડ પર બનેલાં આ શોમાં ઘણું નવું અને દિલચસ્પ છે. જેની કહાની આગળ વધી રહી છે તેમ તેમ લોકોને પસંદ આવી રહી છે. પણ ગત દિવસોમાં શોની લિડ એક્ટ્રેસ રાજશ્રી ઠાકુર (Rajshree Thakur)એ અચાનક શો છોડ્યાની ખબર સામે આવી. રાજશ્રીએ શોમાં એક્ટ્રેસ રતિ પાંડે (Rati Pandey)ને રિપ્લેસ કરી છે. એવામાં રતિએ હવે આ શોની શૂટિગં પણ શરૂ કરી દીધુ છે. આ શોનાં સેટથી એક્ટ્રેસ રતિ પાંડેની પ્રીતિ જિંદાલનાં કિરદારની પહેલી તસવીર સામે આવી ગઇ છે.


હાલમાં જ રાજશ્રીનાં આ શોથી અલગ થયાની ખબર સામે આવી હતી જે બાદથી તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, આ પાછળ અસલ કારણ શૂટિંગનાં લાંબા કલાકો છે. તેને મહિનામાં 24 દિવસ અને 12-12 કલાક કામ કરવું પડ્તું હતું જે તે નહોતી કરી શકતી. રાજશ્રીનું કહેવું છે કે, તેની ત્રણ વર્ષની દીકરી છે. અને એવામાં શોમાં આટલો લાંબો સમય આપવો તેનાં માટે શક્ય નથી. એક્ટ્રેસ રતિ પાંડેએ હવે શોનું શૂટિંગ શરૂ કરી દીધુ છે. અને તેની કેટલીક તસવીરો પણ સામે આવી છે.


એક્ટર નાસિર ખાને 'શાદી મુબારક'નાં સેટની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં રતિ પાંડે અને શોનાં લીડ એક્ટર માનવ ગોહિલ પણ નજર આવે છે.