Happy New year 2022: સામંથા (samantha) જેના માટે 2021નું વર્શ પડકારોથી ભરેલું હતું. વર્ષના અંત સુધીમાં, ઓક્ટોબરમાં, તેના અને નાગા ચૈતન્ય વચ્ચે એવો અણબનાવ થયો કે બંનેએ સંબંધનો અંત લાવ્યો. નવા વર્ષ પર, સામંથાએ એક પોસ્ટ શેર કરી છે જેમાં તેનો કૂતરો જોવા મળે છે. તેણે લખ્યું, 'જો તમારી આ વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ બસ થોડી જ દૂર પહોંચી હતી, તો સવારે ઉઠીને તમે દિવસનો સામનો કરવા માંગતા ન હતા.. માત્ર જીવીત રહેવા માંગતા હતા..તે પણ ઉજવણી કરવા જેવી બાબત છે. તમે જે બાબતોમાં વિશ્વાસ કરો છો તે શોધતા રહો.. તમને હીલ કરો.. તમારી સાથે કઠોર ન બનો નમ્ર બનો અને ક્યારેય ભૂલશો નહીં કે એક નાનું પગલું એ તમે જે બની રહ્યા છો તે તરફ એક પગલું છે.. અમે આમાં સાથે છીએ.. આ સાથે તેણે 2022ની શુભેચ્છા પાઠવી હતી.
રશ્મિકા મંદાન્ના (Rashmika Mandanna) એ ઈન્સ્ટાગ્રામ પર વર્ષ 2021ની હાઈલાઈટ્સ દર્શાવતી એક રીલ શેર કરી છે. તેણે લખ્યું, 'આ કંઈક છે કારણ કે હું ઇન્સ્ટાગ્રામ પર ઘણું જોઉં છું.. મને લાગ્યું કે હું પણ તેને શેર કરવા માંગુ છું. મારું 2021 કેવું હતું તે આ રહ્યું.. મેં 2021માં ઘણું બધું કર્યું છે જેનો મને અહેસાસ થયો અને હું તેનાથી વધુ ખુશ ન થઈ શકુ.. મારા 2021ને આ રીતે બનાવવા બદલ તમારો આભાર મિત્રો..'.