Rashmika Mandanna Kodava saree રશ્મિકા મંદાના (Rashmika Mandanna) એ હાલમાં જ આ તસવીર શેર કરી જેમાં તે કોડાવા સાડી પહેરેલી જોવા મળી રહી છે. બ્લુ કલરની બોર્ડર સાડી અને ફ્લોરલ ડિઝાઈનવાળા સ્લીવલેસ બ્લાઉઝમાં રશ્મિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણીનો દેખાવ બધી બાજુઓથી આકર્ષક લાગે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રીની આ સાડી જાણીતા ફેશન ડિઝાઇનર નિકિતા ગુજરાલના કલેક્શનની છે અને તેની કિંમત લગભગ 77, 500 રૂપિયા જણાવવામાં આવી રહી છે. (PC- Rashmika Mandanna Instagram)
કોડાવા જ્યોર્જેટ સાડી (Kodava saree) ની આ તસવીરને થોડા કલાકોમાં 2.5 મિલીયન એટલે કે, 25 લાખથી વધુ લોકોએ જોઈ છે. તેના ટ્રેડિશનલ સાથે મોડર્ન લુકને ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે, જેમાં તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટની પ્રશંસા કરવામાં આવી રહી છે. તાજેતરના ફોટામાં, રશ્મિકાએ વાદળી સ્ટોન્સ ઇયરિંગ્સ અને સેમ પેટર્નની રિંગ પહેરી છે. સિમ્પલ મેકઅપ અને ઓપનર હેરમાં અભિનેત્રી અદભૂત લાગી રહી છે. જણાવી દઈએ કે, આ રીતે રશ્મિકાએ તેની ફિલ્મ અડવલ્લુ મીકુ જોહરલુ (Aadavallu Meeku Joharlu) ના પ્રેસમાં જોડાઈ હતી. (PC- Rashmika Mandanna Instagram)
રશ્મિકા મંદન્ના (Rashmika Mandanna Upcoming Movie) ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે મિશન મજનૂ (mission majnu) માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોમાન્સ કરતી જોવા મળશે અને ગુડબાય (goodbye) માં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે રોમાન્સ કરતી જોવા મળશે. (PC- Rashmika Mandanna Instagram)