બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ તેમની પત્ની દીપિકા પાદુકોણના નંબર વન ફેન છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એકબીજા પ્રત્યે હંમેશા પ્રેમ દર્શાવતા રહે છે. તેમના ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. હાલમાં રણવીર સિંહે તેમની પત્ની દીપિકા પાદુકોણને એક નોટ લખીને ખૂબ જ વખાણ કર્યા છે.
દીપિકા પાદુકોણે હાલમાં એક એક્સલુઝીવ વેબસાઈટ લોન્ચ કરી છે. દીપિકાએ વેબસાઈટ અંગે જણાવ્યું છે કે આ તેમની પ્રતિભાનું એક વધુ એક્સટેંશન છે. જે અંગે રણવીરે દીપિકાને પ્રોત્સાહિત કરતી એક ખૂબ જ સુંદર નોટ લખી છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે રણવીર પોતાને દુનિયાનો પ્રાઉડ પતિ જણાવે છે.
રણવીરે નોટમાં ખૂબ જ સુંદર વાક્યો લખ્યા છે, ‘હું અત્યાર સુધીમાં જેટલા લોકોને પણ મળ્યો છું, તેમાં તુ સૌથી સુંદર વ્યક્તિ છે. તુ મારી પત્ની છે એટલા માટે નથી કહી રહ્યો, પરંતુ તારી અંદર એક યુનિવર્સ સમાયેલું છે. તારી અંદર પ્રેમ, કરુણા, દયા, બુદ્ધિ, સુંદરતા અને સહાનુભૂતિ છે, જે તને એક સાચી અને યોગ્ય કલાકાર બનાવે છે. દુનિયાની ફાઈનેસ્ટ અભિનેત્રીમાંથી એક છે. તારી અંદર ધૈર્ય અને ઈચ્છાશક્તિ પણ છે. હું દુનિયાનો સૌથી પ્રાઉડ પતિ છું.’
રણવીરની સાથે સાથે ફરાહ ખાન, ડિઝાઈનર સબ્યસાચીએ પણ દીપિકા પાદુકોણના વખાણ કર્યા છે તથા અનુભવ શેર કર્યા છે અને તેના કામની સરાહના કરી છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે વર્ષ 2018માં લગ્ન કર્યા છે.