દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની કેમેસ્ટ્રી દરેક જગ્યાએ ચર્ચામાં છે. બંનેની અંડરસ્ટેન્ડિગ જોઈને તમામ ફેન્સ આશ્ચર્ય પામે છે. જ્યારે દીપવીર એકસાથે ફરે છે, ત્યારે તેમની વચ્ચેનો પ્રેમ જોવા મળે છે. બંને પહેલી વખત સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગલિયોની રાસલીલા રામ-લીલામાં એક સાથે નજર આવ્યાં હતા. આ બન્ને વચ્ચે અફેરના સમાચાર આવ્યાં હતા અને આ અફવાઓ હકીકત છે. આજે આ કપલ પતિ-પત્ની છે.