Home » photogallery » મનોરંજન » રાનૂ મંડલ પર કમેન્ટ કરીને પોતે ફસાયાં લતા મંગેશકર, થયાં ટ્રોલ

રાનૂ મંડલ પર કમેન્ટ કરીને પોતે ફસાયાં લતા મંગેશકર, થયાં ટ્રોલ

લતા મંગેશકરે (Lata Mangeshkar) રાનૂ મંડલ (Ranu Mondal) અંગે એવું કહી દીધુ કે, લોકોને તે લોકોને પસંદ નથી આવી રહ્યું

विज्ञापन

  • 15

    રાનૂ મંડલ પર કમેન્ટ કરીને પોતે ફસાયાં લતા મંગેશકર, થયાં ટ્રોલ

    મુંબઇ: રાનૂ મંડલની (Ranu Mondal) અવાજનાં ચર્ચા તો સૌ કઇએ સાંભળ્યા છે. એક સમય હતો જ્યારે તે પોતાનાં ગુજરાન માટે રેલવે સ્ટેશન પર અને ગલીઓમાં ગીતો ગાતી હતી. દરેક કોઇ રાનૂની અવાજની તુલના લતા મંગેશકર (Lata Mangeshkar) સાથે કરતું. આ અવાજનાં દમ પર જ આજે રાનૂ સ્ટાર બની ગઇ છે. હિમેશ રેશમિયાએ તેને પ્લેબેક સિંગર તરીકે ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરી છે. અહીં સુધી કે, રાનૂનો અવાજ લતા મંગેશકર જેવો છે તેવી સરખામણી પણ થાય છે. આ વાત જ્યારે લતા મંગેશકર સુધી પહોંચી તો તેણે રાનૂને પ્રતિક્રિયા આપી છે. અને કહ્યું છે કે, તેમની નકલ ન રો. ઓરિજિનલ રહો. લતાજીનું આ કહેવું સોશિયલ મીડિયા પર લોકોને પસંદ ન આવ્યું. આ માટે સોશિયલ મીડિયા પર તેમનાં વિરુદ્ધ નેગેટિવ કમેન્ટ્સ થઇ રહી છે.

    MORE
    GALLERIES

  • 25

    રાનૂ મંડલ પર કમેન્ટ કરીને પોતે ફસાયાં લતા મંગેશકર, થયાં ટ્રોલ

    એક યૂઝરે લખ્યું કે, 'જ્યારે લતા મંગેશકર તેમનાં પાવરફુલ દિવસોમાં હતાં, ત્યારે તેમણે ઘણી નવી ફિમેલ સિંગર્સનાં કરિઅર બર્બાદ કરી દીધા. તો હવે તે કેવી રીતે કોઇને પ્રોત્સાહિત કરી શકે છે. ' અન્ય એક યૂઝર લખે છે કે, 'હું રાનૂ મંડલને લઇને આપની ક્રિટિસિઝ્મ અને નિંદાવાળી રાય પર સસમ્માન આપનાંથી સહેમતી નથી રાખતો. આપે આપનાં નિવેદન અંગે થોડું વિનીત હોવું જોઇએ અને રાનૂ મંડલને સપોર્ટ કરવો જોઇએ. રાનૂની પાસે કંઇ જ ખોવા માટે નથી. એવામાં આપની કમેન્ટની કોઇ પરવાહ કરતું નથી. કઠોર બોલવા માટે મને માફ કરશો.'

    MORE
    GALLERIES

  • 35

    રાનૂ મંડલ પર કમેન્ટ કરીને પોતે ફસાયાં લતા મંગેશકર, થયાં ટ્રોલ

    ખરેખર, એક ન્યૂઝ એજન્સીને આપેલાં ઇન્ટરવ્યૂમાં લતા મંગેશકરે રાનૂ મંડલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'જો મારા નામ અને કામથી કોઇનું ભલુ થતુ હોય તો હું પોાતની જાતને નસીબદાર સમજીશ. પણ હું તે પણ અનુભવું છું કે, નકલ કરવાથી આપને લાંબા સમય સુધી સફળતા નથી મળી શકતી.' તેણે રાનૂને સલાહ આપતા કહ્યું કે, 'ઓરિજિનલ રહો, તમામ સિંગર્સને એવરગ્રીન ગીતો ગાઓ. પણ થોડા સમય બાદ ગાયકે તેનું ગીત શોધવું જોઇએ.' લતા મંગેશકરનું આ નિવેદન કોઇને પંસદ નથી આવ્યું. સોશિયલ મીડિયા પર લોકોએ તેને લઇને ઘણી નેગેટિવ વાતો કરી છે.

    MORE
    GALLERIES

  • 45

    રાનૂ મંડલ પર કમેન્ટ કરીને પોતે ફસાયાં લતા મંગેશકર, થયાં ટ્રોલ

    આપને જણાવી દઇએ કે, રાનૂએ હિમેશ સાથે એક નહીં ત્રણ ત્રણ ગીતો રેકોર્ડ કરી ચૂકી છે. આ ગીતોની એક ઝલક હિમેશે તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી લીધી છે. રાનૂનાં અત્યાર સુધીમાં તમામ ગીતો લોકોને પંસદ આવ્યાં છે.

    MORE
    GALLERIES

  • 55

    રાનૂ મંડલ પર કમેન્ટ કરીને પોતે ફસાયાં લતા મંગેશકર, થયાં ટ્રોલ

    રાનૂનું રેલવે સ્ટેશન પર સૌથી પહેલું જે સોન્ગ વાયરલ થયુ હતું તે 'એક પ્યાર કા નગમા' સોન્ગ છે. આ રાનૂનો અવાજ તેનાં ટેલેન્ટને કારણે આજે ફર્શથી અર્શ સુધી પહોંચી ગયો છે.

    MORE
    GALLERIES