બોલીવૂડના કલાકારો (Bollywood Stars) પોતાની પ્રોફેશનલ લાઇફ (Professional Life)ને લઇને જેટલા ચર્ચામાં રહે છે, તેના કરતા વધારે લોકો પોતાની પર્સનલ લાઇફ (Celebrity Personal Life) વિશે જાણવા માંગે છે અને જ્યારે કોઇ સુપરહિટ એક્ટ્રેસ અચાનક જ પોતાની પર્સનલ લાઇફને કારણે ઇન્ડસ્ટ્રી છોડીને જતી રહે છે. ત્યારે દરેક વ્યક્તિ તેના વિશે જાણવા માંગે છે. અમે વાત કરી રહ્યાં છીએ 80ના દાયકાની એક જાણીતી અભિનેત્રીની, જેને પોતાની પહેલી ફિલ્મમાં રિશી કપૂર (Rishi Kapoor) જેવા મોટા એક્ટરનો સાથ મળ્યો અને બાદમાં રાજશ્રી જેવા મોટા બેનરમાં કામ કર્યું. તેણે સતત બે સુપરહિટ ફિલ્મો પણ આપી, પરંતુ તે પછી કંઈક એવું બન્યું કે તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ. બોલિવૂડની આ એક્ટ્રેસ પર આરોપ લાગ્યો હતો કે તેણે પોતાના જ પતિ સાથે મારપીટ કરી હતી અને તેને મારી નાંખવાની કોશિશ પણ કરી હતી. એવો પણ આરોપ છે કે તેણે પોતાના પતિને ચોથા માળેથી ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાદમાં બંનેએ આ મામલો થાળે પાડ્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ જાણીતી અભિનેત્રી રંજિતા કૌરની (Ranjeeta Kaur Lifestyle).
રંજીતા કૌર દેખાવમાં સુંદર છે. તેની સુંદર આંખોએ લોકો પર જાદુ કર્યો અને ફેન્સ તેના પર મોહી બેઠા. તેમણે પૂણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી અભિનયની બારીકાઇઓ શીખી હતી અને ત્યારબાદ બોલિવૂડમાં સફળ કારકિર્દી શરૂ કરી હતી. તેણે તેની કારકિર્દીની શરૂઆત 'લૈલા-મજનુ' અને 'અંખિયોં કે ઝરોખે સે' જેવી બે બ્લોકબસ્ટર ફિલ્મો સાથે કર્યું હતું. પરદા પર પોતાની એક્ટિંગ દ્વારા તેણે દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. સતત બે સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ દરેક નિર્માતા અને દિગ્દર્શક તેને પોતાની ફિલ્મમાં લેવા માંગતા હતા. પ્રેક્ષકો તેની એક ઝલક મેળવવા માટે તલપાપડ થઇ જતા હતા.
તેણે મિથુન ચક્રવર્તી સાથે 'તરાના' અને 'સુરક્ષા' જેવી ઘણી હિટ ફિલ્મો કરી હતી. આ પછી તેની ખ્યાતિ વધી રહી હતી. પરંતુ, મિથુન ચક્રવર્તી સાથે નામ જોડાતા જ તેની કારકિર્દીની નાવ ડૂબવા લાગી હતી. ઘણી બધી નકામી ફિલ્મો સાઇન કરવાને કારણે તેને બોલીવૂડની ફ્લોપ આર્ટિસ્ટ કહેવામાં આવતી હતી. કહેવાય છે કે, આ સમય દરમિયાન રંજીતા ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી.
કહેવાય છે કે, રંજિતાએ ફિલ્મોમાં બોલ્ડ સીન કરવાની ના પાડી દીધી હતી અને દિગ્દર્શકોએ તેને પોતાની ફિલ્મમાં સાઇન કરવાનું બંધ કરી દીધું હતું. ત્યાર પછી 90ના દાયકામાં રંજિતાએ ઇન્ડસ્ટ્રી છોડી દેવાનું જ યોગ્ય માન્યું. જોકે લગભગ 15 વર્ષ બાદ વર્ષ 2005માં તેણે એક અજાણી ફિલ્મ સાથે બોલિવૂડમાં કમબેક કર્યું હતું. પરંતુ ત્યાં સુધીમાં કદાચ ઘણું મોડું થઇ ચૂક્યું હતું. તે સમયના દર્શકો તેને ભૂલી ગયા હતા અને નવા દર્શકો તેને પસંદ કરતા ન હતા. આ ફિલ્મ બાદ રંજીતા સંપૂર્ણપણે સમજી ગઇ હતી કે ઇન્ડસ્ટ્રી છોડી દેવી વધુ સારું રહેશે.
રંજિતાએ બોલીવૂડમાં એકથી એક સુપરહિટ ફિલ્મો આપી છે. તેણે "લૈલા-મજનુ", "અંખિયો કે ઝરોખે સે", "સુરક્ષા", "તરાના", "હમસે બઢે કૌન", "સત્તે પે સત્તા", "ઉસ્તાદોં કે ઉસ્તાદ", "સુન સજના", "બાજી", "ગુનાહોં કા દેવતા" અને "વો જો હસીના" જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે હવે રંજિતા ઘણા વર્ષોથી ગુમનામીની જિંદગી જીવી રહી છે.