બોલિવૂડ એક્ટર ઇરફાન ખાન અને સોનાલી બેન્દ્રે બાદ હવે રિશી કપૂર પણ કેન્સર જેવી મોટી બીમારીનો સામનો કરી રહ્યા છે. તેવી વાતો હાલમાં વાઇરલ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે ઇરફાન ખાનને neuroendocrine cancer થયું છે અને તે લંડનમાં ઇલાજ કરાવી રહ્યો છે. સોનાલી બેન્દ્રેને હાઈસ્ટેજ મેટાસ્ટેટિક કેન્સર છે અને તેનું ન્યૂયૉર્કમાં ઇલાજ ચાલી રહ્યું છે. જ્યારે હાલમાં જે માહિતી સામે આવી છે તે મુજબ રિશી કપૂરને પણ કેન્સર છે અને તે એડવન્સ સ્ટેજ પર છે. તેવી વાતો થઇ રહી છે. જોકે રિશી કપૂર કે કપૂર ફેમિલી તરફથી આવી કોઇ જ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. તેમજ NEWS18 પણ આ વાતની પુષ્ટિ કરતું નથી.
રિશી કપૂરનાં ભાઇ અને કરિના કપૂરનાં રણધીર કપૂર દ્વારા રિશી કપૂરને કેન્સર હોવાની અફવા ફગાવી દેવામાં આવી છે. તેમણે આ વાતને ખોટી ગણાવતા કહ્યું છે કે, હજુ સુધી રિશી કપૂરનાં કોઇ જ રિપોર્ટ્સ આવ્યા નથી. રિપોર્ટ્સ આવ્યા બાદ જ કોઇ કમેન્ટ કરવામાં આવશે. હજુ સુધી અમને ખબર નથી કે રિશીને શું બીમારી છે. અમને શું રિશીને પોતે નથી ખબર કે તેને શું બીમારી છે. હજુ તો તેણે કોઇ ટેસ્ટ પણ કરાવ્યા નથી. અને લોકો એવી અટકળો લગાવી રહ્યાં છે કે તેને કેન્સર છે અને તે પણ એડવાન્સ સ્ટેજનું. તેને શાંતિથી ટેસ્ટ કરાવવા દો. તેનું જે પરિણામ આવશે તે અમે આપને જણાવીશું.
રિશી કપૂર જ્યારે ઇલાજ માટે અમેરિકા જઇ રહ્યાં હતાં ત્યારે તેમણે ટ્વિટ કરી હતી કે, હું થોડા દિવસો માટે અમેરિકા જઉ છું મારી મેડિકલ ટ્રિટમેન્ટ માટે. હું મારા વેલવિશરને કહેવા માંગીશ કે તેમણે ચિંતા કરવાની જરૂર નથી અને ખોટી અફવા ફેલાવવાની પણ જરૂર નથી. છેલ્લા 45 વર્ષથી ફિલ્મો કરુ છું.. તમારા પ્રેમ અને પ્રાર્થનાથી... હું જલદી પરત આવીશ.
1 ઓક્ટોબરનાં રોજ માતાનું થયુ નિધન- હિન્દી સિનેમાનાં શોમેન કહેવાતા રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 1 ઓક્ટોબરનાં રોજ નિધન થયું હતુ. તેઓ 87 વર્ષનાં હતા અને તેમને છેલ્લા એક મહિનાથી શ્વાસની તકલીફ હતી. સવારે પાંચ વાગ્યે તેમને કાર્ડિયેક અરેસ્ટથી તેમનું નિધન થયું હતુ. કૃષ્ણાનાં નિધનથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે