મુંબઇ: ફિલ્મ કે સીરિયલમાં નજર આવનારા કેટલાંક કિરદાર એવાં છે જે વર્ષોથી લોકોનાં મન મગજ પર છવાઇ ઘયા છે. એવું જ એક કિરદાર છે. જે ઘર ઘરમાં પ્રખ્યાત છે. એક્ટ્રેસ દીપિકા ચિખલિયા (Deepika Chikhalia). રામાનંદ સાગરની (Ramanand Sagar) રામાયણમાં (Ramayan) સીતાનો રોલ અદા કરનારી એક્ટ્રેસ દીપિકા ચિખલિયાને તેનાં રોલ માટે એ હદે ઓળખવામાં આવે છે તેને લોકો માતા સિતા તરીકે વધુ ઓળખે છે. તેણે જે ભાવૂકતાથી ટીવી શો રામાયણમાં સિતાનું પાત્ર અદા કર્યું હતું કે લોકો તેને સાચેમાં માતા સીતા સમજવાં લાગ્યાં હતાં. જોકે રિયલ લાઇફમાં ટીવીની સીતા ઘણી જ સ્ટાઇલિશ અને ફેશનેબલ છે.
તે રિઅલ લાઇફમાં ફેશનનાં તમામ પ્રયોગો કરતી હોય છે અને દરેક પ્રકારનાં કપડાં પહેરતી હોય છે. જે માટે તે ઘણી વખત ટ્રોલ પણ થતી હોય છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસે 22 મેનાં રોજ દીપિકાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલીક તસવીરો શેર કરી હતી આ તસવીરમાં તે વ્હાઇટ શર્ટ, બ્લૂ શોર્ટ સ્કર્ટ અને ટાઇ પહેરેલી નજર આવી હતી.
તો અન્ય એકે કમેન્ટ કરી હતી. તમારા માટે અમારા મનમાં ખુબ સારી છબી છે. કેમ આવું બધુ કરીને તેને ખરાબ કરો છો.. તો અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી કે, તમારે આવાં કપડાં ન પહેરવાં જોઇ દીપિકાજી અમે અપને દેવીનો દરજ્જો આપ્યો છે. ટ્રોલિંગ વધતા દીપિકાએ આ તસવીરો તેનાં સોશિયલ મીડિયા પેજ પરથી હટાવી દીધી હતી. જોકે તે આગની જેમ વાયરલ થઇ ગઇ છે.