

કોરોનાવાયરસને કારણે કરાયેલા લૉકડાઉન બાદ રામાયણ ફરીથી દૂરદર્શન પરત પ્રસારિત થઈ રહી છે. આ ધાર્મિક સીરિયલે ટીવી દુનિયાને હચમચાવી નાખી. 80ના દાયકાની રામાનંદ સાગરની સીરિયલ રામાયણ (Ramayan) એ આજકાલ ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. લોકો રામાયણને અપાર પ્રેમ આપી રહ્યા છે. 18 એપ્રિલના રોજ બતાવેલા એપિસોડમાં, રામે સીરિયલમાં રાવણનો વધ કર્યો હતો જેમાં ભગવાન રામે રાવણને મારી નાખતાંની સાથે જ ટ્વિટર ટ્રેન્ડ શરૂ થયો હતો.. જો કે, આ દરમિયાન, સીરિયલના રામ અને રાવણ એટલે કે અરુણ ગોવિલ (Arun govil) અને અરવિંદ ત્રિવેદી (Arivnd Trivedi) નો ફોટો એકદમ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બંને તેમની મિત્રતા જોવા મળે છે.


આ બંનેની આ તસવીર 'રામાયણ'ના શૂટિંગ દરમિયાનની છે, જેમાં રામ અને રાવણ વચ્ચે ગાઢ મિત્રતા જોવા મળી રહી છે. આ વાયરલ તસવીરમાં રામ અને રાવણ ભારે હૂંફ સાથે હાથ મિલાવતા જોવા મળી રહ્યા છે. અરૂણ ગોવિલે આ તસવીર શેર કર્યા બાદ તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.


દેશમાં કોરોના વાયરસને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચે લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના કારણે તમામ ફિલ્મો અને ટીવી સિરિયલોનું શૂટિંગ પણ બંધ થઈ ગયું છે. આવી સ્થિતિમાં ડી.ડી. ભારતીએ રામાયણનો ફરીથી પ્રસારણ કરવાનું નક્કી કર્યું અને તેનો પહેલો એપિસોડ 28 માર્ચે ફરી પ્રસારણ કરવામાં આવ્યો. જેને લોકોએ અપાર પ્રેમ આપ્યો હતો


રામાયણે પુનરાગમન કર્યું છે ત્યારથી તે ટીઆરપીના મામલામાં પ્રથમ ક્રમે રહી છે. આ પૌરાણિક સિરિયલને ફરીથી પ્રસારિત કરવા છતાં પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શનિવારે સવારે પ્રસારિત થયેલા એપિસોડમાં રાવણના વધ પછી આ શો ટ્વિટર પર ટ્રેન્ડ થયો હતો.


જોકે, દેશમાં એક સમયે લોકો જેમને ખરેખર રામની પૂજતા હતા તે અરૂણ ગોવિલ અને જેને ખરેખર રાવણ માનતા હતા તે કલાકાર અરવિંદ ત્રિવેદી વચ્ચે ઑફ ધ સેટ પાક્કી દોસ્તી છે. અરવિંદ ત્રિવેદી એટલે કે રાવણ તો અંગત જીવનમાં રામ ભક્ત હોવાનું અનેક વાર કહી ચુક્યા છે.