રામાનંદ સાગરની સિરિયલ 'રામાયણ'માં માતા સીતાની ભૂમિકા ભજવવા બદલ દર્શકો દીપિકા ચિખલિયાને (Dipika Chikhlia) આજે પણ યાદ કરે છે. ઘણા ફેન્સ તેને દેવી સમાન માને છે, તેથી લોકો તેની પાસેથી આદર્શ વ્યવહારની અપેક્ષા રાખે છે. લોકો તેના કામ વિશે ઘણું જાણે છે, પરંતુ શું તેઓ તેમની પર્સનલ લાઇફ વિશે પણ જાણે છે? (ફોટો ક્રેડિટ : Instagram@dipikachikhliatopiwala)
દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરીને પોતાની લવ લાઈફ વિશે જણાવ્યું હતું. તે એક શૂટિંગ દરમિયાન પતિ હેમંતને મળી હતી. એક્ટ્રેસે એક જાહેરાતમાં શ્રૃંગાર બ્રાન્ડના મસ્કરાનો ઉપયોગ કર્યો હતો. પછી તેઓ પોતપોતાના જીવનમાં એટલા મશગૂલ થઈ ગયા કે તેઓ વર્ષો સુધી મળ્યા નહોતા, પરંતુ જ્યારે તેઓ મળ્યા ત્યારે તેમની મિત્રતા ગાઢ થવા લાગી. (ફોટો ક્રેડિટ : Instagram@dipikachikhliatopiwala)
દીપિકાએ તેની કરિયર 14 વર્ષની ઉંમરે શરૂ કરી હતી અને 18 વર્ષની ઉંમરે 'રામાયણ'માં માતા સીતાની ભૂમિકા ભજવી હતી. ત્યારે તેની પોપ્યુલારિટી જોઈને ભાજપે તેમને 1991માં વડોદરા લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. તે સરળતાથી જીતી ગઇ અને તે દરમિયાન તેણે હેમંત ટોપીવાલા સાથે લગ્ન પણ કર્યા. (ફોટો ક્રેડિટ : Instagram@dipikachikhliatopiwala)