માલદિવમાં રજાઓ માણી રહી છે રકુલ પ્રીત સિંહ, જુઓ તેની ગ્લેમર્સ PHOTOS!
રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી જ એક્ટિવ છે. હાલમાં તે ઇન્સ્ટાગ્રામ પર તેની વેકેશનની તસવીરો શેર કરી રહી છે. આ તસવીરોમાં તેનો આકર્ષક અંદાજ જોવા મળે છે. આ તસવીરોને લાખો ફેન્સ લાઇક કરી રહ્યાં છે.


દે દે પ્યાર દે ફેઇમ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલમાં માલદિવમાં છે. જ્યાં તે તેનાં પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે. (PHOTO: INSTAGRAM)


રકુલ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં તે તેનાં ઇન્સ્ટાગ્રામ પર તેનાં વેકેશનની તસવીરો શેર કરતી રહે છે. (PHOTO: INSTAGRAM)


તસવીરોમાં તેનો આકર્ષક અંદાજ જોવા મળે છે. આ તસવીરોમાં તેનાં લાખો ફેન્સે લાઇક કર્યું છે રકુલની તસવીરો જોઇ આપને પણ ટ્રાવેલ કરવાનું મન થઇ જશે. (PHOTO: INSTAGRAM)


રકુલ અંડર વોટર ડાઇવિંગ કરતી નજર આવી છે. તેણે ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, પાણીની અંદર જવાનો અનુભવ ખુબજ સુંદર છે. પાણીની અંદર જવાથી મને અહેસાસ થયો કે, ધરતીનો ત્રણ ચતૃત્થાંશ ભાગ કેટલો સુંદર છે. અને આપણે તે અંગે કેટલું ઓછું જાણીએ છીએ (PHOTO: INSTAGRAM)


એક તસવીરમાં રકુલ તેનાં ભાઇ સાથે નજર આવે છે બંને પૂલમાં છે આ તસવીર શેર કરતાં રકુલે લખ્યું છે કે, સનસેટ, પૂલ અને સાથે આ ફૂલ (PHOTO: INSTAGRAM)


રકુલનાં અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં અમિતાભ બચ્ચન અને અજય દેવગણની સાથે 'ડે' નામની ફિલ્મમાં નજર આવશે. (PHOTO: INSTAGRAM)


તો ટૂંક સમયમાં તે ઇન્ડિયન-2 ફિલ્મમાં નજર આવશે આ ઉપરાંત કન્નડ ફિલ્મ ગિલ્લીનું કામ પણ શરૂ થઇ ગયું છે. (PHOTO: INSTAGRAM)


તેણે બોલિવૂડમાં વર્ષ 2014માં એન્ટ્રી કરી હતી. છેલ્લે તે અજય દેવગણની સાથે ફિલ્મ 'દે દે પ્યાર દે'માં નજર આવી હતી. (PHOTO: INSTAGRAM)