Year Ender 2021: ગ્લેમર જગત (Glamour word)માં સેલિબ્રિટીઝ પોતાના સંબંધો જાહેર કરતા ખચકાય છે. પણ સમયાંતરે લોકોને મીડિયા દ્વારા આ વાતની જાણ થઈ જ જાય છે. ઘણા સેલિબ્રિટી એવા પણ છે જે પોતાના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી દે છે. આજે અહીં એવા જ સેલિબ્રિટીઝની વાત કરવામાં આવી છે, જેમણે 2021માં પોતાની લવ લાઈફને દુનિયા સમક્ષ મૂકી હતી. આવા સેલિબ્રિટીઝમાં કિમ શર્મા-લિએન્ડર પેસ (Kim Sharma Leander Paes)થી લઈને અથિયા શેટ્ટી-કેએલ રાહુલ (Athiya Shetty KL Rahul) જેવી સેલિબ્રિટીઓનો સમાવેશ થાય છે.
અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ - સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી ક્રિકેટર કેએલ રાહુલને ડેટ કરી રહી છે. ક્રિકેટર કે.એલ.રાહુલે આથિયા શેટ્ટીના જન્મદિવસ પર તસવીર પોસ્ટ કરીને તેના સંબંધોની જાણ કરી હતી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર 2 તસવીરો શેર કરી હતી. તેણે આ સાથે હેપ્પી બર્થ ડે લખ્યું હતું અને તેની સાથે હાર્ટ ઇમોજી બનાવ્યા હતા.