એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડની ડ્રામા ક્વિનનાં નામે પ્રખ્યાત રાખી સાવંત (Rakhi Sawant) કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. ગત દિવસોમાં તેનાં સીક્રેટ લગ્નની ખબરને લઇને તે ચર્ચામાં રહી. હવે તે તેનાં નવાં સોન્ગની રિલીઝને કારણે ચર્ચામાં છે. તો હવે રાખીએ લાઇમ લાઇટમાં રહેવાનો નવો જ કિમિયો શોધી કાઢ્યો છે. રાખી કહે છે કે, તેણે તેનાં અપકમિંગ સોન્ગની લોન્ચિંગ ઇવેન્ટમાં પારદર્શક ડ્રેસ પહેર્યો હતો જેને કારણે સોશિયલ મીડિયા પર ભદ્દી ભદ્દી કમેન્ટ્સ તેને સાંભળવી પડી. આ વાતથી તે ખુબજ દુખી છે. રાખી સાવંતે જાહેરમાં કહ્યું હતું કે, તે આ વાતથી ખુબજ નારાજ છે કે તેનો પતિ તેને સમજી શકતો નથી.

ખરેખરમાં હાલમાં રાખી સાવંતનું સોન્ગ 'છપ્પન છુરી'ની લોન્ચ ઇવેન્ટ યોજાઇ હતી. આ ઇવેન્ટમાં રાખીએ એક ગોલ્ડન રંગનો શિમરી ગાઉન પહેર્યો હતો. આ ગાઉન ટ્રાન્સેરન્ટ હતો. સ્પોટબોયમાં આવેલાં સમાચાર મુજબ ઇવેન્ટમાં રાખીએ છપ્પન છુરી પર ડાન્સ પણ કર્યો હતો. આ ઇવેન્ટનો વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી હતી. ટ્રોલ થયા બાદ રાખીએ એક વીડિયો શેર કર્યો અને રડતી નજર આવી હતી.

રડતા રડતા આ વીડિયોમાં રાખી કહે છે કે, 'મને નહોતી ખબર કે આ ડ્રેસ આટલો રિવીલિંગ હશે. મને ડિઝાઇનરે આપ્યો અને મે પહેરી લીધો. લોકો મારા વિશે ભદ્દી-ભદ્દી કમેન્ટ કરી રહ્યાં છે પણ તેમાં મારો કોઇ જ ગૂનો નથી. લોકો મને કેમ બ્લેમ કરી ર્હયાં છે.' રાખી સાવંતે રડતા રડતા કહ્યું કે, મને લોોકની પરવાહ નથી. પણ મારાં જીવનમાં જે વ્યક્તિ મારા માટે ખાસ છે તે જ મને નથી સમજી નથી શકતો.