કોન્ટ્રોવર્શિયલ ક્વિન તરીકે જાણીતી રાખી સાવંતે બુધવારે મોડી સાંજે એક પ્રેસ કોન્ફરન્સ કરી. આ દરમિયાન તેણે તનુશ્રી દત્તા સાથે જોડાયેલા ઘણાં સવાલોનાં જવાબ આપ્યા અને મોટા મોટા ખુલાસા કર્યા. આ પ્રેસમીટમાં રાખીએ તનુશ્રી પર માનહાનિનો કેસ કર્ાકય બાદ તેનાં ઉફર રેપ જેવાં ગંભીર આરોપ પણ લગાવ્યા છે. રાખીએ ખુલાસામાં કહ્યું કે, કેમ તનુશ્રીએ મુંડન કરાવ્યું હતું. રાખીએ મીડિયા કોન્ફરન્સનો વીડિયો બોલિવૂડ હંગામા પર જાહેર કરવામાં આવ્યો છે.
રાખી પ્રેસ મીટમાં સાડી પહેરીને માથે પલ્લુ ઓઢીને આવી હતી. સૌથી પહેલાં તેણે કહ્યું કે, મને દુખ થઇ રહ્યું છે. આજે હું ખુબ ઉદાસ છું. બહુ થઇ ગયુ MeToo, હવે હું SheTooની શરૂઆત કરવાં ઇચ્છુ છું. આજે હું દુનિયાને સત્ય જણાવવા ઇચ્છુ છુ જે 12 વર્ષથી મે છુપાવીને રાક્યુ છે. પોતાનાં ચહેરાને છુપાવતા રાખીએ કાંપતા અવાજમાં કહ્યું કે, તનુશ્રીએ વારંવાર મારો રેપ કર્યો છે.
<br />રાખીએ ઉમેર્યુ કે, આપ લોકો વિચારતા હશો કે એક યુવતી કેવી રીતે અન્ય યુવતીનો રેપ કરી શકે છે ? તો હું તમને કહી દઉ કે તનુશ્રીનું સૌથી મોટુ સત્ય એ છે કે તે એખ લેસ્બિયન છે. તે અંદરથી એક યુવક છે. તે મને રેવ પાર્ટીમાં લઇ જતી હતી. ત્યાં નશીલા પદાર્થ લેતી અને ઘણી વખત સિગરેટમાંથી તંબાકૂ કાઢીને તેમાં કંઇ લીલા રંગની વસ્તુ ભરતી. તે મને પણ જબરદસ્તી આ બધુ પીવલાવતી હતી. પીધા બાદ મારા હાલ એવા હોતા હતા જાણે હું ઉડી રહી છું.