બોલિવૂડની 'આઇટમ ગર્લ' અને 'વિવાદોથી ઘેરાયેલી' રહેતી રાખી સાવંતનો 25 નવેમ્બરનાં રોજ 40મો જન્મ દિવસ હતો. વિવાદોની રાણી રાખી સાવંત પોતાનાં વિવાદાસ્પદ નિવેદનને લઇને ચર્ચામાં રહેતી હોય છે
2/ 6
રાખીનાં વિવાદો અને તેનાં એલફેલ નિવેદન વિશે તો સૌ કોઇ જાણે છે. પણ તેની કરિઅરની શરૂઆત વિશે સૌ કોઇ નથી જાણતું
विज्ञापन
3/ 6
આપને જાણીને નવાઇ લાગશે કે, રાખીનું બાળપણ ઘણી જ મુશ્કેલીઓમાં વિત્યુ છે. રાખી જ્યારે 10 વર્ષની હતી ત્યારે તેણે દેશનાં સૌથી ધનિક વ્યક્તિ ગણાતા ધીરૂભાઇ અંબાણીનાં નાના દીકરા અનિલ અંબાણીનાં લગ્નમાં વેઇટ્રેસનું કામ કર્યુ હતું.
4/ 6
જી હાં, અનિલ અંબાણી અને ટીના મુનિમનાં લગ્ન સમયે રાખી સાવંતે મહેમાનોને ભોજન સર્વ કર્યુ હતું. આ વાત રાખીએ પોતે એક ઇન્ટરવ્યુંમાં કહી હતી. રાખીએ તે વાત પણ સ્વિકારી હતી કે તે એવાં પરિવારમાંથી આવે છે જ્યાં મહિલાઓને કંઇપણ કરવાની છૂટ આપવામાં આવતી ન હતી.
5/ 6
<br />તેનાં ઘરમાં એટલું રિસ્ટ્રિક્શન રાખવામાં આવતુ હતું કે, તેને છત કે બાલ્કનીમાં ઉભા રહેવાની પરવાનગી ન હતી. તેને પાર્લર અને બજાર જવું હોય તો પણ પરવાનગી માંગવી પડતી હતી
विज्ञापन
6/ 6
રાખીએ તેનાં ઇનટરવ્યુંમાં કહ્યું હતું કે, તે જ્યારે નાની હતી ત્યારે તે દાંડિયા રમવાની ખુબ જ જીદ કરતી તેની આ જીદને કારણે તેને તેની મમ્મી અને મામાનો ઘણી વખત માર ખાધો છે. તે તેનાં પરિવારની આવી માનસિકતાથી કંટાળીને ઘર છોડીને ખુબજ નાની ઉંમરે જતી રહી હતી.