

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કરન અર્જુન ફિલ્મમાં દુર્ગા સિંહે દુર્જન સિંહની આંખોમાં આંખો પોરવીને કહ્યું હતું. મેરે બેટે આયેંગે, મેરે કરન-અર્જુન આયેંગે, જમીન કી છાતી ફાડકર આયેંગે.. આસમાન કા સીના ચીર કર આયેગેં.. ત્યારે દર્શકોની તાળીઓ અને સીટીઓ વાગી હતી. જ્યારે બાજીગરમાં અજયની મા શોભાને મદન ચોપરાને કહ્યું હતું કે, મા બેટે કા ભવિષ્ય ચુનતી હૈ.. દુઆએ ચુનતી હૈ.. ઉસકે જિસમ કે ટુકડે નહીં.. ત્યારે દર્શકોની આંખો પણ ભીની થઇ જાય છે.. અમે વાત કરી રહ્યાં છીએ વીતેલાં સમયની દિગ્ગજ અદાકારા રાખી ગુલઝાર (Rakhi Gulzar) વીશે. ફિલ્મોમાં પોતાનાં અભિનયની ખાસ છાપ છોડનાર રાખી આજે ફિલ્મો અને તેની ચકાચોંધથી દૂર તેનાં ફાર્મ હાઉસ પર જીવન વિતાવે છે. (PHOTO: Social Media)


ક્યારેક પ્રેમિકા બનીને, તો ક્યારેક પત્ની બનીને તો ક્યારેક માતા બનીને ફિલ્મોનાં કિરદારને જિવંત કરનાર રાખી ગુલઝાર (Rakhi Gulzar) હાલમાં મુંબઇથી દૂર પનવેલમાં તેમનાં ફાર્મહાઉસમાં તેમનો સમય વિતાવે છે. તેમને અહીં ખેતી કરવી ગમે છે. રિપોર્ટ્સ અનુસાર, તેમનાં ફાર્મ હાઉસ (Farm House)માં ઘણાં પાળતૂ પ્રાણીઓ છે. જેમનું તે ધ્યાન રાખે છે. તેમનાં ફાર્મ હાઉસમાં ઘણાં શાકભાજી પણ થાય છે. (PHOTO: Social Media)


રાખીની દીકરી અને નિર્દેશક મેઘના ગુલઝાર કહે છે કે, તેની માતાને ફાર્મહાઉસ પર રહેવું ગમે છે. કારણ કે તેને જાનવરો અને ખેતીથી ખુબ પ્રેમ છે. મેઘના મુજબ, મુંબઇ શહેરમાં થતા શોરબકોરથી રાખીને ગભરામણ થવા લાગે છે તે ઘણી જ પરેશાન થઇ જાય છે. તેથી જ તેઓ પનવેલનાં ફાર્મહાઉસ પર રહે છે. (PHOTO: Social Media)