એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં સીનિયર એક્ટર રાજ બબ્બર (Raj Babbar)નો આજે 23 જૂન 2022નાં 70મો જન્મ દિવસ છે. રાજ બબ્બરનો જન્મ 23 જૂન, 1952નાં રોજ યૂપીનાં ટુંડલામાં થયો હતો. રાજ બબ્બરને પહેલેથી જ એક્ટિંગમાં દિલચસ્પી હતી. તેથી તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માં એન્ટ્રી લીધી. વર્ષ 1975માં તેમણએ એક્ટિંગનો કોર્સ કરતાં બોલિવૂડમાં એન્ટ્રી કરી. રાજ બબ્બર પહેલેથી જ એક કાબેલ કલાકાર છે જે આજે પણ ફઇલ્મોની દુનિયમાં સ્ક્રિય છે. તે રાજકારણમાં પણ એક ખાસ સ્થાન ધરાવે છે. રાજ બબ્બર અને સ્મિતા પાટિલનાં લગ્ન ખુબજ હિટ રહ્યાં. ચાલો નજર કરીએ રાજ બબ્બરની રસપ્રદ કહાની પર.
રાજ બબ્બર યુવાનીના દિવસોથી જ ખુલ્લા મનના વ્યક્તિ હતા. અભિનેતાએ સમાજની પરવા ન કરતાં સ્મિતા પાટીલને ખૂબ જ નાની ઉંમરે પોતાની લિવ-ઈન પાર્ટનર બનાવી હતી. હકીકતમાં, એક સમય એવો આવ્યો જ્યારે રાજ અને સ્મિતા એક ક્ષણ માટે પણ એકબીજા વિના રહી શક્યા ન હતા. આ જ કારણ છે કે તે સમયે બંનેએ દુનિયાની પરવા કર્યા વગર લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનું શરૂ કર્યું હતું.
રાજ બબ્બરે બે લગ્ન કર્યા છે, પરંતુ તેણે કોઈની સાથે સંબંધ તોડ્યા નથી. રાજને તેની પ્રથમ પત્નીના નામ નાદિરા ઝહીરથી બે બાળકો છે. આ બે બાળકોના નામ આર્ય અને જુહી બબ્બર છે. રાજ અને નાદિરા બબ્બર વચ્ચે અણબનાવ છે, પરંતુ બંનેએ લાંબા સમય સુધી છૂટાછેડા લીધા ન હતા. દરમિયાન, રાજે સ્મિતા પાટીલ સાથે લગ્ન કર્યા, જોકે પ્રતીકના જન્મ પછી સ્મિતા પાટીલનું અવસાન થયું.