રિશિ કપૂર વર્ષ 2018માં ઇલાજ માટે અમેરિકા જવાનાં સમાચાર શેર કર્યા હતાં. ત્યારથી તેમનાં ફેન્સ ચિંતામાં છે. ધીમે ધીમે ખબર આવવા લાગી કે તેમને કેન્સર છે. જોકે થોડા દિવસો બાદ રણધીર કપૂરે એક ઇન્ટરવ્યુમાં કેન્સરની ખબરને નકારી કાઢી હતી. હવે ફાઇનલી રિશિ કપૂરની તબિયત અંગે તેમનાં એક નજીકનાંએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે.
ફિલ્મ મેકર અને રિશિ કપૂરનાં ખાસ મિત્ર રાહુલ રવૈલે તેમની ફેસબુક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે, રિશિ કપૂર હવે કેન્સર મુક્ત છે તેમની આ પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે રિશિ કપૂર, ન્યૂ યોર્કમાં કેન્સરનો ઇલાજ કરાવી રહ્યાં હતાં. રાહુલે રિશિ કપૂર સાથેની તસવીર શેર કરતાં લખ્યુ છે કે, રિશિ કપૂર (ચિંટૂ) હવે કેન્સર ફ્રી છે.
આ પહેલાં રિશિ કપૂરે સોશિયલ મીડિયા દ્વારા તેમનાં ફેન્સને જણાવ્યું હતું કે, તેમનો ઇલાજ ચાલુ છે. આશા છે કે જલદી જ સ્વસ્થ થઇને પરત ફરીશ. ઇલાજની પ્રક્રિયા લાંબી અને થાક અપાવે તેવી છે. તેથી ધૈર્યની જરૂર છે. પણ દુર્ભાગ્યવશ તે મારી પાસે નથી. રિશિ કપૂરે કહ્યું હતું કે, તે આ સમયને એક બ્રેકની જેમ જોઇ રહ્યાં છે.