Home » photogallery » મનોરંજન » તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને આ કલાકારો કહી ચુક્યાં છે ટાટા- બાય બાય, યાદ છે કે ભૂલી ગયા?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને આ કલાકારો કહી ચુક્યાં છે ટાટા- બાય બાય, યાદ છે કે ભૂલી ગયા?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta ka Ooltah Chashmah) શો ઘરે ઘરે પ્રચલિત છે, આ શોમાં અનેક કલાકારો આવ્યા અને ગયા (quit Tarak Mehta Show) પરંતુ કેટલાક કલાકારોની ખોટ મેકર્સ પુરી નથી શક્યા,તો જોઈએ અત્યાર સુધીમાં કયા કલાકારોએ શોને અલવીદા કહી દીધુ છે.

विज्ञापन

  • 18

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને આ કલાકારો કહી ચુક્યાં છે ટાટા- બાય બાય, યાદ છે કે ભૂલી ગયા?

    Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શો બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને ખૂબ જ પસંદ આવે છે. છેલ્લા 14 વર્ષથી આ શો સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.ભારત અને વિદેશમાં વસતા ભારતીય સમુદાયના હાસ્યનો ડેઈલી ડોઝ અને લોકો માટે હાસ્યની ઓળખ બની ગયેલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ચમક હવે ધીરે-ધીરે ફિક્કી પડી રહી છે. ચમક ઘટવાનું કારણ નવા મુદ્દાઓના અભાવની સાથે સ્ટાર કાસ્ટનો બદલાવ પણ છે. શોનું દરેક પાત્ર પોતાનામાં ખાસ છે. લોકો શોના પાત્રોને તેમના વાસ્તવિક નામથી નહીં પરંતુ તેમના પાત્રોથી ઓળખે છે. આ શોમાં ઘણા કલાકારો આવ્યા અને ગયા છે. શો સંચાલકોને કેટલાક જૂના કલાકારોના સ્થાને નવા કલાકાર મળ્યા છે, જ્યારે અમૂલ આજ સુધી મળી શક્યા નથી. હવે આ શોને અલવિદા કહેનારાઓમાં વધુ એક નામ જોડાયું છે, જેના પછી ચાહકોમાં થોડી વધુ નિરાશા વ્યાપી છે.

    MORE
    GALLERIES

  • 28

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને આ કલાકારો કહી ચુક્યાં છે ટાટા- બાય બાય, યાદ છે કે ભૂલી ગયા?

    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં મુખ્ય પાત્ર એટલે કે તારક મહેતાની ભૂમિકા ભજવનાર શૈલેષ લોઢાએ પણ હવે આ શોને અલવિદા કહી દીધું છે. છેલ્લા 1 મહિનાથી શૈલેષે આ શો માટે શૂટિંગ કર્યું નથી અને હવે એવા અહેવાલ છે કે, શૈલેષે શોમાં પાછા નહીં ફરવાનું મન બનાવી લીધું છે. જોકે, તેઓ એક્ટિંગથી સન્યાસ નથી લઈ રહ્યાં. તેઓ ટૂંક સમયમાં જ એક નવા શોમાં જોવા મળવાના છે, જેનું શૂટિંગ પણ તેમણે શરૂ કરી દીધું છે. અહી શોને અલવિદા કહેનાર શૈલેષ લોઢા ઉપરાંત અન્ય કલાકારો અંગે જાણકારી આપવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 38

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને આ કલાકારો કહી ચુક્યાં છે ટાટા- બાય બાય, યાદ છે કે ભૂલી ગયા?

    દયાબેન એટલે કે દિશા વાકાણીએ વર્ષ 2017માં થોડા સમય માટે શોમાંથી બ્રેક લીધો હતો. માતા બન્યા બાદ દિશા વાકાણી ક્યારેય શોમાં પાછી આવી નથી. ફેન્સ હજુ પણ દિશા વાકાણીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 48

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને આ કલાકારો કહી ચુક્યાં છે ટાટા- બાય બાય, યાદ છે કે ભૂલી ગયા?

    ભવ્ય ગાંધીએ નાના 'ટપ્પુ'ની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2018માં ભવ્ય ગાંધીએ શોને અલવિદા કહ્યું. ત્યારબાદ રાજ અનડકટ શોમાં તેમનો કિરદાર નિભાવી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 58

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને આ કલાકારો કહી ચુક્યાં છે ટાટા- બાય બાય, યાદ છે કે ભૂલી ગયા?

    ઝીલ મહેતાએ વર્ષ 2012માં આ સીરિયલને ટાટા કહી દીધુ હતુ, જે બાદ આ સોનુંનો રોલ નિધિ ભાનુશાળીએ સંભાળ્યો હતો, પણ હવે એ પણ આ શોને બાય બાય કહી ચુકી છે.

    MORE
    GALLERIES

  • 68

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને આ કલાકારો કહી ચુક્યાં છે ટાટા- બાય બાય, યાદ છે કે ભૂલી ગયા?

    નેહા મેહતા: તારક મહેતાના અંજલી ભાભીને કોણ ન ઓળખે, અંજલી ભાભીનો રોલ પ્લે કરનાર નેહા મેહતાએ કોરોના કાળમા જ આ શોને છોડવાનો નિર્ણય લઇ લીધો હતો. આ શો સાથે તે 12 વર્ષ સુધી સંકળાયેલા રહ્યાં હતા.

    MORE
    GALLERIES

  • 78

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને આ કલાકારો કહી ચુક્યાં છે ટાટા- બાય બાય, યાદ છે કે ભૂલી ગયા?

    નિર્મલ સોની: ડૉક્ટર હાથીને જોઇનો લોકો હસીને લોટપોટ થઇ જતા હતા, તેમણે 2009માં આ શો છોડી દીધો હતો. જે બાદ કવિ કુમાર આઝાદે આ શોમાં રોલ પ્લે કર્યો હતો. કવિ કુમાર આઝાદનું 2018માં નિધન થઇ ગયુ જે બાદ ફરી એકવાર શો માં નિર્મલ સોનીની એન્ટ્રી થઇ હતી.

    MORE
    GALLERIES

  • 88

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને આ કલાકારો કહી ચુક્યાં છે ટાટા- બાય બાય, યાદ છે કે ભૂલી ગયા?

    મોનિકા ભદોરિયા- બાઘાની બાવરી એટલે મોનિકા ભદોરિયાએ શોમાં લોકોને ઘણા હસાવ્યા છે. પરંતૂ મેકર્સ સાથેના અણબનાવના કારણે આ શોને ક્વિટ કરી લીધો હતો.

    MORE
    GALLERIES