મુંબઈ : તેલુગુ (Telugu) ફિલ્મ 'પુષ્પા: ધ રાઈઝ' (Pushpa: The Rise)નો ક્રેઝ દેશભરમાં જોવા મળી રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં આ ફિલ્મના ડાયલોગ (Dialogue) અને ગીતો (Songs) સાંભળવા મળી રહ્યા છે. જોત જોતામાં આ ફિલ્મ તેલુગુ સિનેમા માટે ગૌરવ બની ગઈ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ (Box Office) પર ધમાલ મચાવી છે અને પુષ્પાએ અત્યાર સુધીમાં 350 કરોડ રૂપિયાથી વધુની કમાણી (Income) કરી છે. આટલું જ નહીં પરંતુ આ ફિલ્મને કારણે લીડ રોલ કરનાર અલ્લુ અર્જુન (Allu Arjun)-રશ્મિકા મંદાના (Rashmika Mandana)ની ફેન ફોલોઈંગમાં પણ જબરદસ્ત વધારો થયો છે. આજે ચોતરફ જે ફિલ્મની ચર્ચા છે તેને 6 મોટા સ્ટાર્સ રિજેક્ટ (Reject) કરી ચુક્યા છે. હવે સુકુમાર (Sukumar)ની આ ફિલ્મનો બિઝનેસ જોઈને કદાચ તે સ્ટાર્સને પછતાવો થઈ રહ્યો હશે.
મહેશ બાબુ (mahesh babu) - ફિલ્મ 'પશ્પાઃ ધ રાઇઝ' માટે ડિરેક્ટર સુકુમારની પહેલી પસંદ અલ્લુ અર્જુન નહીં પરંતુ અભિનેતા મહેશ બાબુ હતો. સુકુમારે આ ફિલ્મ માટે મહેશ બાબુનો સંપર્ક કર્યો હતો, પરંતુ અભિનેતાએ આ ફિલ્મ તેની છબી સાથે મેળ ન ખાતી હોવાનું કહીને નકારી કાઢી હતી. મહેશ બાબુને ગ્રે શેડનું પાત્ર ભજવવાનું પસંદ નથી.