મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા (Bollywood actress Priyanka Chopra)એ વર્ષની શરૂઆતમાં ન્યૂયૉર્કમાં પોતાની ભારતીય રેસ્ટોરન્ટ 'સોના' (Priyana Chopra Indian Restaurant SONA)શરૂ કરી હતી. પ્રિયંકા ચોપડાની આ રેસ્ટોરન્ટની ખૂબ ચર્ચા થઈ રહી છે. દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ પોતાની રેસ્ટોરન્ટ અંગે સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી. આ સાથે અનેક તસવીરો પણ શેર કરી હતી. આ તસવીરો સામે આવ્યા બાદ અભિનેત્રીને અનેક લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. હવે પ્રિયંકાએ ફરી એકવાર પોતાની રેસ્ટોરન્ટની તસવીરો શેર કરી છે. (તસવીર- ઇન્સ્ટાગ્રામ @priyankachopra)