એન્ટરેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડથી હોલિવૂડમાં કદમ મુકનારી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનાસ (Priyanka Chopra Jonas) અને નિક જોનસ (Nick Jonas)ની લવિંગ કેમેસ્ટ્રી સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચાનો વિષય બની ગઇ છે. આજે બંને સાથે ખુબજ ખુશ છે. પણ એક સમય હતો જ્યારે પ્રિયંકા લગ્નનું નામ સાંભળીને જ ગભરાઇ જતી હતી. તેને પહેલી વખત જણાવ્યું કે, જે ઉંમરમાં લોકો લગ્ન વિશે વિચારે છે તે ઉંમરમાં તેનું મગજ કરિઅર વિશે વિચારતું હતું. ( PHOTO: INSTAGRAM)
એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનાસ (Priyanka Chopra Jonas)એ સ્વીકાર્યું છે કે, તે આજે તેનાં લગ્ન અને નિકની સાથે ખુબજ ખુશ છે. People મેગેઝિનને આપેલાં એક ઇન્ટરવ્યૂંમાં પ્રિયંકા જણાવે છે જ્યારે તે દુલ્હન બનવાનાં વિચારથી જ રોમાંચિત હતી, તેને વિશ્વાસ જ ન હતો કે, વાસ્તવમાં આ સંબંધનો શું અર્થ છે. તેણે કહ્યું કે, એક નાનકડાં બાળકની જેમ જ હું રોમાંચિત હતી. મને લગ્નનાં વિચારથી પ્રેમ થવા લાગ્યો હતો. હું દુલ્હન બનવા માટે ઉત્સાહિત હતી. પણ આ વાતથી અજાણી હતી કે, વાસ્તવમાં તેનો અર્થ શું હોય છે. ( PHOTO: INSTAGRAM)
તેણે વાતચીતમાં કહ્યું કે, જ્યારે આપનાં જીવનમાં યોગ્ય વ્યક્તિ આવે છે તો આપનાં માટે બધુ જ સરળ થઇ જાય છે. પ્રિયંકાએ તેનાં વ્યક્તિત્વનાં એક પાસા અંગે વાત કરી છે. તેણે કહ્યું કે, હું ખુબજ મહત્વકાંક્ષી છું, જ્યારે હું મોટી થતી હતી ત્યારે મે સમજ્યું કે, એક મહિલાની મહત્વકાંક્ષી હોવાની ઇચ્છા માનવામાં આવતી નથી પણ ધીમે ધીમે મને અનુભવ થયો કે, આ જ મારી તાકાત છે. ( PHOTO: INSTAGRAM)