ગયા વર્ષે ડિસેમ્બરમાં, પ્રિયંકા ચોપરાએ જેદ્દાહમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર ધૂમ મચાવી હતી. પ્રિયંકા મેચિંગ કેપ સાથે યલો સાટિન ગાઉનમાં હંમેશાની જેમ ખૂબસૂરત લાગી રહી હતી. એક્ટ્રેસનો આ લુક સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં આવ્યો હતો. હેવી કોન્ટૂરિંગ અને મેટ લિપ્સ તેના લુક સાથે પરફેક્ટ મેચ હતા.
પ્રિયંકા ચોપરાની ડ્રેસિંગ સેન્સ એકદમ અલગ છે. તે ખૂબ જ કરોન્ફિડેન્સ સાથે તમામ પ્રકારના આઉટફિટ પહેરે છે. તેના લુકની વાત કરીએ તો એક્ટ્રેસે ટાઇટ ફિટિંગ સ્લિટ ડ્રેસ પહેર્યો છે. એક્ટ્રેસે સ્ટ્રેટ ઓપન હેર અને ડીપ નેકલાઇન ગાઉન સાથે મિનિમલ મેકઅપ લુક કેરી રહ્યો હતો. એક્ટ્રેસે હાઈ થાઈ સ્લિટ ગાઉન સાથે મેચિંગ કલરની હીલ્સ પહેરી છે.
પ્રિયંકાએ લેસથી બનેલા કોર્સેટ ટોપ સાથે પેન્ટ અને બ્લેઝર સ્ટાઇલ કર્યા છે. એક્ટ્રેસનો આ લુક એકદમ બોલ્ડ છે. પ્રિયંકાના આ લુકમાંથી ઇન્સપિરેશન લઈને, તમારા સાટિન, વેલ્વેટ અથવા ટ્યૂલ લેસને મિક્સ કરીને અને મેચ કરીને પેન્ટ સૂટથી લઈને મિડી ડ્રેસ સુધી અલગ અલગ લુક ક્રિએટ કરી શકાય છે. એક્ટ્રેસની જેમ તમે પણ લેસ ટોપને સ્કર્ટ સાથે કોર્સેટ લુકમાં સ્ટાઇલ કરી શકો છો.