બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનો વિદેશી રાજકુમાર નિક જોનસ ભારત પરત આવી ગયો છે. જી હાં ગત રોજ નિક જોનસ દિલ્હીમાં પ્રિયંકા ચોપરાને મળ્યો હતો જે બાદ પ્રિયંકાએ તેને સંપૂર્ણ પરિવાર સાથે એક લેવિશ ડિનર આપ્યું હતું. જેમાં પ્રિયંકા ચોપરાનો સંપૂર્ણ પરિવાર હાજર હતો
2/ 5
પ્રિયંકા ચોપરાએ આ ડિનરની તસવીર તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરી હતી. આ ડિનર પાર્ટીમાં આશરે 20-25 લોકો હાજર હતાં. જેમાં એક લોન્ગ ડાઇનિંગ ટેબલ પર ભોજન હતું. અને ઇન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરતાં પ્રિયંકા ચોપરાએ લખ્યુ હતું. 'Happy thanksgiving.. family.. forever..'
3/ 5
તો નિક ભારતમાં આવ્યો ત્યારે પ્રિયંકાએ તેને લેવા એરપોર્ટ ગઇ હતી અને તેની તસવીર શેર કરતાં પ્રિયંકાએ ફોટો કેપશનમાં લખ્યું હતું કે, Welcome home baby... 😍
4/ 5
દિલ્હી આવતા સમયે ફ્લાઇટની સિનિયર અટેન્ડન્ટે નિક સાથે તસવીર લીધી હતી. આ સમયે મહિલાએ લખ્યુ હતું, ખુબજ ચાર્મિંગ નિક જોનસ સાથે, આશા રાખુ તેણે અમારી ખાતીરદારી પંસદ આવી હશે. #Ladkiwale
5/ 5
આપને જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્ન 3 ડિસેમ્બરનાં રોજ થવાનાં છે. આ લગ્ન બે અલગ અલગ રીતિ-રિવાજથી થવાની છે. પહેલાં ઇન્ડિયન અને બીજી કેથલિક સ્ટાઇલથી.