Priyanka Chopra on Shah Rukh Khan:ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા જોન્સ તેની એક્ટિંગ અને બોલ્ડ સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ તેના કામથી દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. માત્ર બોલિવૂડ જ નહીં, પ્રિયંકા દુનિયાની સૌથી સફળ એક્ટ્રેસીસમાંની એક છે. હોલિવૂડમાં તેના કામની હંમેશા ચર્ચા થાય છે.
"મારા માટે કમ્ફર્ટેબલ રહેવું બોરિંગ છે": શાહરૂખ ખાનના સ્ટેટમેન્ટ પર રિએક્શન આપતા પ્રિયંકા ચોપરાએ કહ્યું, "મારા માટે કમ્ફર્ટેબલ રહેવું બોરિંગ છે. હું ઘમંડી નથી, હું માત્ર સેલ્ફ અશ્યોર્ડ છું. જ્યારે હું સેટ પર જાઉં છું ત્યારે મને ખબર પડે છે કે હું શું કરી રહી છું. મને મારા એક્ઝિક્યુટિવ્સ પાસેથી વેલિડેશનની જરૂરી નથી. હું ઓડિશન આપવા માંગુ છું, કામ કરવા માંગુ છું."
બોલિવૂડમાં જ કામ કરી રહ્યો છે શાહરૂખ: પ્રિયંકા ચોપરા પહેલા, બોલિવૂડના ઘણા એક્ટર્સ હોલિવૂડની ફિલ્મોનો હિસ્સો રહી ચૂક્યા છે, પરંતુ ઘણા એવા છે જેમણે બોલિવૂડમાં રહીને પોતાની કરિયરને રફતાર આપવાનો નિર્ણય લીધો છે. શાહરૂખ ખાન પણ એવા સુપરસ્ટારમાંથી એક છે જેમણે હોલીવુડને બદલે બોલિવૂડમાં રહીને દર્શકોનું મનોરંજન કરવાનું નક્કી કર્યું.