Home » photogallery » મનોરંજન » પ્રિયંકા-નિક પહોંચ્યા જોધપુર, એરપોર્ટ પર હળવાશમાં દેખાયા બંને

પ્રિયંકા-નિક પહોંચ્યા જોધપુર, એરપોર્ટ પર હળવાશમાં દેખાયા બંને

પ્રિયંકા અને નિકના લગ્નમાં આવનારા મહેમાનો માટે માત્ર રોકાવાનો ખર્ચ 3 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે,

विज्ञापन

  • 16

    પ્રિયંકા-નિક પહોંચ્યા જોધપુર, એરપોર્ટ પર હળવાશમાં દેખાયા બંને

    જોધપુર એરપોર્ટ પર જે તસવીરો ક્લિક કરવામાં આવી તેમાં બંનેના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ રીતે દેખાતી હતી. પ્રિયંકાએ સફેલ સલવાર સૂટ પહેરી ઉપર ચૂંદડી ઓઢી હતી. તો નિક સફેદ શર્ટ પર બ્રાઉન લેધર જેકેટમાં નજરે પડ્યો હતો.

    MORE
    GALLERIES

  • 26

    પ્રિયંકા-નિક પહોંચ્યા જોધપુર, એરપોર્ટ પર હળવાશમાં દેખાયા બંને

    એરપોર્ટ પર બંનેએ પત્રકારો સાથે વાતચિત કરી ન હતી, પરંતુ પ્રિયંકા ચોપડાએ એરપોર્ટ પર ઉભેલા પત્રકારો અને પ્રશંસકોને હાથ ઉંચો કરી અભિવાદન કર્યું હતું. ત્યારબાદ નિકે પણ હાથ હલાવીને પત્રકારોનું અભિવાદન કર્યું હતું.

    MORE
    GALLERIES

  • 36

    પ્રિયંકા-નિક પહોંચ્યા જોધપુર, એરપોર્ટ પર હળવાશમાં દેખાયા બંને

    લગ્નનું ફંક્શન આગામી ચાર-પાંચ દિવસ યોજાશે, જેમાં પ્રિયંકા-નિકના પરિવાર સિવાય દશ ખાસ મહેમાન સામેલ થશે. જેમાં અમેરિકાના જોસેફ એડમ જોસ, ટક્કર જોનાથન, સોફિયા બેલિંદા, યાસ્મિન દેસાંતે, નિકોલસ જોંસ, ચંચલ ડિસુજા, તમન્ના દત્ત, સુદીપ દત્ત, કફિર ડેવિડ ગોલ્ડન છે, જેઓ જોધપુર પહોંચી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 46

    પ્રિયંકા-નિક પહોંચ્યા જોધપુર, એરપોર્ટ પર હળવાશમાં દેખાયા બંને

    નિક અને પ્રિયંકાના પરિવારજનો એક સાથે ખાસ વિમાનમાં એરપોર્ટ પહોંચશે, તેઓ યહીથી હેલિકોપ્ટરમાં સીધા ઉમ્મેદ ભવનમાં લેન્ડ કરશે. હાઇ પ્રોફાઇલ લગ્ન માટે પાંચ દિવસ ઉમ્મેદ ભવન પેલેસ બંધ રાખવામાં આવશે, જેના કારણે પ્રવાસીઓ માટે મ્યૂઝિયમ બંધ કરવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES

  • 56

    પ્રિયંકા-નિક પહોંચ્યા જોધપુર, એરપોર્ટ પર હળવાશમાં દેખાયા બંને

    પ્રિયંકા અને નિકના લગ્નમાં આવનારા મહેમાનો માટે માત્ર રોકાવાનો ખર્ચ 3 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, મહેમાનો માટે ઉમ્મેદ ભવન પેલેસમાં 22 રૂમ, 24 હિસ્ટોરિકલ સુઇટ્સ, 10 રોયલ સુઇટ્સ, 6 ગ્રાંડ રોયલ સુઇટ્સ અને 2 પ્રેસિડેન્શિયલ સુઇટ્સ બૂક કરાવવામાં આવ્યા હતા. આ સિવાય શહેરની અન્ય ફાઇવ સ્ટાર હોટેલ બૂક કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 66

    પ્રિયંકા-નિક પહોંચ્યા જોધપુર, એરપોર્ટ પર હળવાશમાં દેખાયા બંને

    રાજસ્થાનનું એતિહાસિક શહેર જોધપુર ફરી એકવાર બોલીવૂડ સેલિબ્રિટીના લગ્નનું સાક્ષી બનશે, ફિલ્મ સ્ટાર પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નિક જોનાસ 2 ડિસેમ્બરે જોધપુરમાં લગ્નગ્રંથીએ જોડાશે. જે ઉમ્મેદ ભવન પેલેસમાં યોજાશે. પ્રિયંકા ચોપડા અને નિક લગ્ન માટે ગુરુવારે જોધપુરના એરપોર્ટ પર પહોંચ્યા હતા.

    MORE
    GALLERIES