બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા નિક જોનસ સાથે લગ્નની વાતોનેલઇને ચર્ચામાં રહે છે. સગાઇ બાદથી ફેન્સ તેમનાં લગ્નને લઇને ઘણાં ઉત્સાહિત છે. લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત આ કપલ મંગળવારે સવારે જ પ્રાઇવેટ જેટથી જોધપુર પહોચ્યુ હતું. થોડો સમય અહીં રોકાયા બાદ બંને ત્યાંથી મુંબઇ આવવા રવાના થઇ ગયા હતાં. બંનેને એક જ્વેલરી શોપ પર ખરીદી કરતા જોવામાં આવ્યા હતાં. જે બાદ પ્રિયંકાએ નિકની સાથે ઉમેદ ભવન પેલેસ અને મેહરાનગઢ ફોર્ટની પણ મુલાકાત લીધી હતી. બંનેએ મેહરાનગઢ ફોર્ટ અને ઉમ્મેદ ભવનની લોકેશનને જોઇ અને મેનેજમેન્ટ સાથે વાત પણ કરી હતી. એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે બંને લગ્ન માટે આ લોકેશનને ફાઇનલાઇઝ કરવાની તૈયારીમાં છે.