બીઆર ચોપરાની સીરીયલ મહાભારત (Mahabharat)માં ભીમ (Bheem)ની ભૂમિકા ભજવવા માટે લોકપ્રિય બનેલા અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું 74 વર્ષની વયે અવસાન થયું છે. મનોરંજન જગતમાં પહેલાં લતા મંગેશકરનું નિધન થયાને હજુ એક દિવસ થયો છે, ત્યારે પ્રવીણ કુમાર સોબતીના અવસાને ફરી લોકોને દુ:ખી કરી દીધા છે. મહાભારત શો ખુબ જુનો છે, જેથી છત્તા પણ સીરીયલનાં કેરેક્ટર હજુ લોકોને યાદ છે. આ શો બે વર્ષથી વધુ સમય સુધી ચાલ્યો હતો અને જ્યારે ટીવી પર આ શો આવ્યો ત્યારથી પ્રવીણ ઘર-ઘરનું જાણીતું નામ બની ગયા હતા. પ્રવીણની સાથે સાથે મહાભારત સીરીયલનાં બીજા અભિનેતાં પણ લોકોનાં દિલોમાં એક અલગ સ્થાન મેળ્યું છે.
કૃષ્ણનું નામ લેતાં જ જાણે લોકો સીરીયલનાં કૃષ્ણને યાદ કરતાં, આ સીરીયલ સમયે એવું પણ કહેવાય છે કે, રસ્તા પર કર્ફ્યું જેવો માહોલ જોવા મળતો હતો. લોકો સીરીયલ જોવા માટે ટીવી સામે બેસી જતાં હતા. નીતિશ ભારદ્વાજનો ચહેરો કૃષ્ણનો પર્યાય બની ગયો હતો. તેેેઓ વેટરનરી સર્જન છે, તેમણે મરાઠી ફિલ્મોમાં કારકિર્દી બનાવી અને કેટલીક ડોક્યુમેન્ટ્રીનું નિર્દેશન પણ કર્યું છે. તેઓ પણ થોડા સમય માટે રાજકારણમાં જોડાયા હતા. આજે પણ લોકો તેમને કૃષ્ણનાં રુપમાં યાદ કરતા રહે છે.