સાઉથ સિનેમા (South Cinema) ના પાવરફુલ એક્ટર પ્રભાસ (Prabhas) આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ 'રાધે શ્યામ' (Radhe Shyam) ને લઈને ચર્ચામાં છે. કોરોનાને કારણે તેની રીલિઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી, ત્યારબાદ ફિલ્મનું બીજું ટ્રેલર (radhe shyam trailer 2) આગલા દિવસે જ રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં અભિનેતાએ મીડિયા સાથે વાત પણ કરી હતી. આમાં કેટલીક બાબતો તેના અંગત જીવન (Prabhas Personal life) સાથે પણ જોડાયેલી છે. આ દરમિયાન તેણે પોતાના લગ્ન વિશે વાત કરી અને તેના બેચલર થવા પાછળનું કારણ જણાવ્યું.