પ્રભાસે શેર કરેલી તસવીરને ઇન્સ્ટાગ્રામ પર 2.75 લાખથી વધુ વ્યુઝ મળ્યા છે. તો 8.5 લાખથી વધુ લોકો તેને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવા લાગ્યા છે. અને આ સંખ્યા વધી જ રહી છે. પ્રભાસ ટૂંક સમયમાં જ 1 મિલિયન ફોલોઅર્સ પૂર્ણ કરી લેશે. જો પ્રભાસની ફિલ્મની વાત કરીએ તો બ્લોકબસ્ટર પિલ્મ બાહુબલી અને બાહુબલી-2 બાદ હવે પ્રભાસ 'સાહો'માં તેની જબર્દસ્ત એક્ટિંગની સાથે દર્શકોની વચ્ચે આવશે.
આગામી ફિલ્મ સાહોમાં બોલિવૂડની સુંદર એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પણ નજર આવવાની છે. શ્રદ્ધા 'સાહો' ફિલ્મથી સાઉથ ફિલ્મોમાં ડેબ્યુ કરશે. આ ફિલ્મમાં જેકી શ્રોફ, નીલ નિતિન મુકેશ, મંદિરા બેદી, ચંકી પાંડે, મહેશ માંજરેકર, અરૂણ વિજય અને મુરલી શર્મા લિડ રોલમાં છે. વર્ષ 2019માં રિલીઝ થનારી સાહો સુજીથનાં ડિરેક્શનમાં બની રહી છે.